વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને કરાયા ઘરભેગા, હજુ વધુ નામ જાહેર કરી શકે છે કોંગ્રેસ !

  • January 20, 2023 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસે આકરું વલણ દાખવ્યું છે. હાલના જ સમાચારો મુજબ કોંગ્રેસે આજે 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ ઓછી બેઠક પ્રાપ્ત થઇ છે. જેથી કોંગ્રેસે એ બાબત સ્પષ્ટ કરી લીધી છે કે જો કડક હાથે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસને વધારે નુકસાન થઇ શકે છે. આ જ બાબતને ધ્યાન પર લઇને કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
​​​​​​​

કોંગ્રેસ માંથી બરતરફ કરાયેલા ૩૩ નેતાઓ માંથી સુરેન્દ્રનગરના કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તો નર્મદા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઘર ભેગા કરાયા છે. શિસ્ત સમિતી અત્યાર સુધીમાં 71 અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાં  95 નેતા કે જેમણે ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરી હતી. તેમના માટે શિસ્ત સમિતીએ મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 33 નેતાઓને કોંગ્રેસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાયના મહામંત્રી સુધીનું પદ ધરાવતા છ નેતાઓ પણ સામેલ છે.

વધુમાં, હજુ 18 નામો બાકી છે કે જેમને સાંભળવાના બાકી છે. તેમને સાંભળ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની અંદર પણ કેટલાક પૂર્વ ધારાસભ્ય, કેટલાક પ્રમુખ અને કેટલાક મહામંત્રીના નામ સામેલ છે. આ તમામ લોકો સામે પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application