ગોંડલમાં પંપ માલિક સાથે ડોમિનોઝની ફ્રેન્ચાઇઝીના નામે ૩૩.૪૨ લાખની ઠગાઇ

  • January 05, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડોમીનોઝ પીઝાની ફ્રેન્ચાઇઝીનું અપવવાનું કહી ગોંડલના પેટ્રોલ પંપ સંચાલક પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ વ્યકિતના નામે ફોન કરી ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવી લઇ વેપારી સાથે કુલ રૂ.૩૩.૪૨ લાખની છેતરપિંડી કરવામાં આવ્યાની ફરિયાદ ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવી છે.જે ફરિયાદ પરથી પોલીસે આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઓનલાઇન છેતરપિંડી કરનાર આ ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણાવ મળતી વિગતો મુજબ,ગોંડલના ભવનાથ -૨ જીઇબી પાછળ શ્રી રામ મકાનમાં રહેતા જયેન્દ્રસિંહ કરણુભા જેઠવા(ઉ.વ ૪૨) દ્વારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટ ધારક રાજેશ ગુપ્તા,સાઉથ ઇન્ડીયન બેંક નોઇડાના ખાતા ધારક રવીચંદ્ર ઘોસ,પીએનબીના ખાતા ધારક સુરેશ સીંગ,ફેડરલ બેંકના ખાતા ધારક મુરલી, તેમજ દીપેશ અગ્રવાલ અને સનોજ મહાનંદના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ,તેઓ ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રોયલ ઇન્ફીલ્ડ કંપનીના શો રૂમ ધરાવે છે તેમજ તેમને જલારામ પેટ્રોલીયમ નામનો પંપ છે.ગત તા. ૩/૯/૨૦૨૨ ના રોજ તેઓ ઓફિસે હાજર હતા દરમિયાન તેમને એક અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો અને આ શખસે હિન્દીમાં કહ્યું હતું કે,પોતે ડોમીનોઝ કંપનીમાં પી.આર.ઓ રાજેશ ગુપ્તા ડોમીનોઝ દિલ્હી નોઇડા ગૌતમબુધ્ધ નગર નોઇડા ઓફિસમાંથી બોલું છું તેમ કહી જણાવ્યું હતું કે તમે ૨૦૨૦ માં ડોમીનોઝ કંપનીમાં ફ્રેન્ચાઇઝીસ માટે એપ્લીકેશન કરી હતી.જે સ્વીકારવામાં આવે છે.જો નિયમ મુજબ તમાર વિસ્તારમાં ફ્રેન્ચાઇઝી આપવાની થશે તો તમારૂ ઓનલાઇન ફોન પર ઇન્ટરવ્યું લેશું.તેમ કહી ઇંગ્લીશ આવડે છે હાલમાં ઘંધો ચાલુ છે.તેવી વિગત લીધી હતી.બાદમાં વેપારીને વિશ્ર્વાસમાં લઇ આ રાજેશ ગુપ્તાએ ફરી ફોન કરી એપ્લીકેશન મંજુર કરી છે.તેમ કહી કંપીનને રજીસ્ટ્રેશન પેટે રૂ.૪૭ હજાર ગુગલ પે મારાફત આપવ કહ્યું હતું આ રકમ આપી દીધા બાદ તા.૫/૯/૨૦૨૨ ના ફરી ફોન આવ્યો હતો અને રજીસ્ટ્રેશન ફિના નામે ૪૬,૯૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતાં.


બાદમાં તા.૭/૯ ના પાંચ લાખ,તા.૯/૯ ના પાંચ લાખ, તા. ૧૦/ ના રૂ.૧૩.૫૦ લાખ, તા. ૨૦/૯ ના ૪.૬૧ લાખ, તા. ૨૬/૯ ના ૮.૧૫ લાખ, ૨૭/૯ ના ૮.૧૫ લાખ, તા. ૨૮/૯ ના ૧.૪૮ લાખ સહિત આમ અલગ અલગ સમયે અલગ અલગ ચાર્જના નામે ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરાવી હતી.બાદમાં કંપીનીના દીપેશ અગ્રાવલનો ફોન આવ્યો હતો તેણે કહ્યું હતું કે, ઇનસ્યુરન્સ પેટે રૂ.૨૦ હજાર ચૂકવવા કહ્યું હતું.જે રકમ ભર્યા બાદ કંપીનના અધિકારોઓ ફોન ઉપડતા ન હોય તેઓએ ડોમીનોઝ કંપનીની વેબ સાઇટ પર જુબીલેન્ટ ફૂડડારોકસ લી. પણ ડીલીટ કરી નાખ્યું હોય વેપારીને શંકા ગઇ હતી.
​​​​​​​
બાદમાં વેપારીએ ડોમીનોઝ કંપનીના હેલ્પલાઇનમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે કંપનીના નામે તેમની સાથે જે અધિકારીઓએ વાત કરી હતી.તેવા કોઇ કર્મચારી કંપનીમાં કામ કરતા જ નથી.અને કંપની આ રીત કોઇને ઓનલાઇન ફ્રેન્ચાઇઝી આપતી નથી.
જેથી વેપારીએ ઓનલાઇન ડોમીનોઝ કંપનીની ફ્રેન્ચાઇઝી આપવા બાબતે જુદા જુદા ઇમેલ કરી પાર્ટનર એટ ધ રેટ ડોમીનોઝઇન્ડિયા ફે્ન્ચાઝી અને જુબીલન્ટ ફુડડાઓરકસ લી. ની ખોટી સાઇટ બનાવી વેપારી પાસેથી રૂ. ૩૩,૪૨,૧૯૮ ની રકમ ઓનલાઇન મેળવી લઇ તેમની સાથે છેતરપિંડી કરી હતી.જે અંગે વેપારીએ સાઇબર ક્રાઇમ ગાંધીનગરમાં અરજી કર્યા બાદ આ અંગે ગોંડલ સિટી પોલીસ મથકમાં વેપારીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application