રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ.પાછળ, આવેલ "ધ ટેડ હબ" પેઢીની તપાસ કરતા સ્થળ પર કિચન/ફ્રીઝ/ડિસ્પ્લેમાં સંગ્રહ કરેલ ઠંડાપીણાં, ડેરી પ્રોડક્ટસ જેવી કે આઇસ્ક્રીમ, પનીર, કન્ડેન્સ મિલ્ક, બેટરક્રીમ તથા ફ્રાઈમ્સ, વટાણા, સ્વીટકોર્ન તથા અન્ય સિરપ વેગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં કુલ મળીને અંદાજિત 31 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જયરાજનગર મેઇન રોડ, રાધે હોટેલ પાછળ, 150' રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ "બજરંગ ડેરી ફાર્મ" પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મવડી રોડ, વિશ્વેશ્વર મંદિર પાસે, રાજકોટ મુકામે આવેલ "શ્રી જલારામ ફરસાણ હાઉસ" પેઢીની તપાસ કરતા પેઢીને દાઝીયું તેલ RUCO દ્વારા નિકાલ કરવા, છાપાની પસ્તી ન વાપરવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે, 150' રિંગ રોડ, રાધે હોટેલ પાસે, રાજકોટ મુકામે આવેલ "કોફી સ્ટેન્ડ" પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે, 150' રિંગ રોડ, રાધે હોટેલ પાસે, રાજકોટ મુકામે આવેલ "N'D'S EATERY (subway)" પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર લાયસન્સ તથા સાઇન બોર્ડ ડીસ્પલેમાં દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સહકાર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
આટલા ખાણીપીણીના ધંધાર્થીને લાઇસન્સ મેળવવા સૂચના
અહીં ચેકિંગ કરવામાં આવ્યું
નમુનાની કામગીરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMગુજરાતના ત્રણ IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો ક્યાં અધિકારીઓ છે સામેલ, વાંચો લિસ્ટ
April 21, 2025 04:49 PMરાજકોટ જિલ્લામાં ચાલુ ઉનાળે પાણીની સમસ્યા નહીં વેઠવી પડે : મોટાભાગના ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો
April 21, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech