ગઇકાલે 39 ટીમોએ 478 કનેકશનો ચેક કયર્િ જેમાંથી 74માં અનેક તરકીબો અજમાવીને વિજ ચોરી કરતા ઝડપાતા ભારે ચકચાર: એસઆરપી અને પોલીસનો મજબુત બંદોબસ્ત
પીજીવીસીએલ દ્વારા છેલ્લા અઠવાડીયાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ ચોરી પકડવા માટે ભારે અભિયાન ચલાવાયું છે, લગભગ દોઢેક કરોડની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે ત્યારે ગઇકાલે ફરીથી કાલાવડ શહેર, સલાયા અને ખંભાળીયા તાલુકાના ગામડાઓમાં અભિયાન હાથ ધરીને ા.31.83 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.
પીજીવીસીએલની યાદીમાં જણાવ્યા અનુસાર ગઇકાલે કાલાવડ શહેર, મોટા વડાળા, આજુબાજુનો વિસ્તાર, સલાયા શહેર અને આજુબાજુના વિસ્તાર તેમજ ખંભાળીયા તાલુકાના કેટલાક ગામડાઓમાં ચેકીંગ હાથ ધરાયું હતું જયાં કેટલાક મકાનોમાં ડાયરેકટ જોડાણ, કયાંક મીટર સાથે ચેડા અને લંગરીયા નાખીને વિજ ચોરી કરવામાં આવતી હોવાની વિગતો બહાર આવી હતી, 39 ટીમોએ દિવસ દરમ્યાન 478 વિજ કનેકશનો ચેક કયર્િ હતાં જેમાંથી 74માં વિજ ચોરી પકડાઇ હતી, એસઆરપીના 14 જવાનો અને પોલીસના 10 જવાનો સતત ચેકીંગ ટીમ સાથે રહ્યા હતાં.
છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેરમાં તો અનેક સ્થળોએ વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં વિજ લોશ છે ત્યારે વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech