ભારે કરી... બેંગલુરુમાંથી અત્યાર સુધીમાં 3000 કોરોના સંક્રમિત લાપતા, ફોન પણ બંધ, જાણો શું છે મામલો

  • April 29, 2021 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં જ લોકડાઉનની જાહેરાત કરનારી કર્ણાટક સરકારની સામે એક નવી સમસ્યા સર્જાઈ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બેંગ્લુરુમાંથી 3 હજાર કોરોના સંક્રમિત લોકો ગુમ થયા છે. આટલું ઓછું હોય તેમ આ ગુમ થયેલા લોકોના ફોન પણ બંધ આવી રહ્યા છે. આ સ્થિતિમાં સરકારે આ લોકોને શોધવાની જવાબદારી પોલીસને સોંપી દીધી છે. 

 

 

એક અહેવાલ મુજબ બેંગલુરુ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત 3,000 લોકો ગુમ છે. સરકારે તેમને પકડવા પોલીસને આદેશ આપ્યા છે. રાજ્યના મહેસૂલ પ્રધાન આર અશોકે દાવો કર્યો છે કે આ ગુમ થયેલા લોકો સંક્રમણ ફેલાવી રહ્યા છે. કર્ણાટકમાં પણ કોવિડ -19 દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

 

 

બુધવારે રાજ્યમાં 39,047 નવા કેસ નોંધાયા હતા અને 229 લોકોનાં મોત થયા હતા. કર્ણાટકમાં આ એક દિવસના કેસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેવામાં સંક્રમિતો લાપતા થયા હોવાનું સામે આવતાં સરકારની ચિંતા પણ વધી છે. હાલ પોલીસ તમામને શોધી રહી છે. 

 

 

રાજ્યના આરોગ્ય પ્રધાનનું જણાવવું છે કે છેલ્લા એક વર્ષથી લોકોના ગાયબ થવાની ઘટના બની રહી છે. તેઓ લોકોને મફત દવાઓ આપી રહ્યા છે, જે 90 ટકા સંક્રમણને નિયંત્રિત કરી શકે છે. પરંતુ સંક્રમિતો તેમના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે.  મોટાભાગના ચેપગ્રસ્ત લોકોએ તેમના ફોન બંધ રાખ્યા છે જેથી તે ક્યાં છે તે જાણી શકાતું નથી.  આ કારણે સ્થિતિ વધુ મુશ્કેલ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે બેંગ્લોરમાં ઓછામાં ઓછા 2 થી 3 હજાર સંક્રમિત લોકો પોતાના ફોન બંધ કરી ઘરેથી નીકળી ગયા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS