ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, કોસ્ટ ગાર્ડ અને ATSએ પાર પાડ્યું સમગ્ર ઓપરેશન

  • April 14, 2025 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સનો ગેટ વે ડ્રગ્સ બની ગયો છે. ડ્રગ્સ માફિયાઓ માટે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે આસાન રૂટ બની ગયો હોય તેમા અવારનવાર ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. ત્યારે ફરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવામાં ડ્રગ્સ માફિયાઓ ફરી અસફળ થયા છે. વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરાઈ છે. 


આ કાર્યવાહીમાં 300 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતના આધારે એક મોટી ડ્રગ જપ્તી કાર્યવાહી માનવામાં આવે છે. 


પ્રાપ્ત વિગત અનુસાર, પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શીપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું.


ભારતીય કોસ્ટ ગાર્ડઅને ગુજરાત એટીએસએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ પોતાના જહાજો અને વિમાનોને તહેનાત કર્યા હતા.


કોસ્ટ ગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડીરાત સુધી ચાલુ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યારબાદ તેને પકડી લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં, બોટમાંથી 300 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા છે. જોકે, બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહર કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News