૩૦૦ કરોડ રૂપિયાના વિઝા કૌભાંડનો દિલ્હીમાં પર્દાફાશ: પાંચની ધરપકડ કરી

  • September 16, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ૩૦૦ કરોડ પિયાના વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સૌથી મોટા સ્કેમમાં ૫૦૦૦ નકલી વિઝા બનાવવા માટે પોલીસે છને દબોચી લીધા છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વિડીશ વિઝા પર ઇટાલી જઇ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો, તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી.
સંદીપે આપેલી માહિતી પરથી દિલ્હીમાં નકલી વિઝા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ચાર થી પાંચ હજાર નકલી વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં અને ૩૦૦ કરોડ પિયાની કમાણી કરવામાં આવી હતી. સંદીપે જણાવ્યું હતું કે તેણે આસીફ અલી નામના એજન્ટ પાસેથી ૧૦ લાખ રૃપિયા ચુકવીને નકલી વિઝા મેળવ્યા હતાં. આ માહિતી મળ્યા પછી પોલીસે આસીફ અલી અને તેના સાથીઓ શિવા ગૌતમ અને નવીન રાણાની ધરપકડ કરી હતી. શિવા ગૌતમે આપેલી માહિતીને આધારે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે એજન્ટ બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
આ બંનેની પૂછપરછ પરથી જાણવા મળ્યું હતું કે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલા એક ફેકટરીમાં વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતાં.
આ ફેકટરીનું સંચાલન મનોજ મોંગા નામની વ્યકિત દ્રારા કરવામાં આવતું હતું. ત્યારબાદ પોલીસે તિલક નગરની આ ફેકટરીમાં દરોડા પાડીને મનોજ મોંગાની ધરપકડ કરી હતી. તે ગ્રાફીક ડિઝાઇનમાં ડિપ્લોમાં કર્યુ છે. મનોજ પાંચ વર્ષ પહેલા જયદીપ સિંહ નામની વ્યકિતને મળ્યો હતો અને તેણે નકલી વિઝા બનાવવામાં પોતાના ગ્રાફીક ડિઝાઇનના જ્ઞાાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર તેઓ દર મહિને ૩૦થી ૬૦ વિઝા બનાવતા હતાં અને માત્ર ૨૦ મિનિટમાં વિઝા સ્ટીકર તૈયાર કરી દેતા હતાં. દરેક નકલી વિઝા ૮થી ૧૦ લાખ રૃપિયામાં વેચવામાં આવતો હતો. આ રેકેટમાં વાતચીત કરવા માટે ટેલિગ્રામ, સિલ અને વોટસએપનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉશા રંગરાનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
૧૬ નેપાળી પાસપોર્ટ, બે ભારતીય પાસપોર્ટ, ૩૦ વિઝા સ્ટીકર્સ, ૨૩ વિઝા સ્ટેમ્પ જ કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application