રાજકોટ : ક્રિષ્ના સ્ટીલના વેપારીને ડોકટર હોવાનું કહી ગઠિયાએ કોવિડ હોસ્પિટલ બનાવવા માટે સળીયા, પતરા સહિતનો માલ મંગાવી 30.19 લાખનો ધુંબો માર્યો

  • July 28, 2021 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમા દોઢસો ફૂટ રીંગ રોડ પર તુલસી પાર્ક પાસે ક્રિષ્ના સ્ટીલ નામની દુકાન ધરાવતા વેપારીને ડોક્ટરની ઓળખ આપી શખસે રૂપિયા 30.19 ની છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવવામાં આવી છે. આ શખસે હોસ્પિટલ શરૂ કરવાની હોવાનું કહી વેપારી પાસેથી માલ લીધા બાદ રકમ ચૂકવવા માટે આપેલો ચેક પરત ફરતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ પડ્યું હતું.

 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં વિમલ નગર શેરી નંબર 2 માં કૃષ્ણકુંજ નામના મકાનમાં રહેતા અને 150 ફૂટ રીંગરોડ પર તુલસી પાર્ક શેરી નં.1 માં ક્રિષ્ના સ્ટીલ નામની દુકાન ધરાવનાર મયુરભાઈ જીવરાજભાઈ વસોયા (ઉ.વ ૩૧) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધવવમાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તુષાર બાબુભાઈ લુહારનું નામ આપ્યું છે.

 

વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 22/5 ના બપોરના સમયે તેમની દુકાન સંભાળનાર તેના કાકા રમેશભાઈ વસોયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ડોક્ટર કાલરીયાને એનઆરઆઈ ફંડ આવ્યું હોય અને તેમને કોવિડ હોસ્પિટલ બનાવવી હોય તે માટે ટીએમટી સળીયા જોઈએ છે તેવી વાત કરી હતી. બાદમાં બાદમાં ડોક્ટર કાલરીયા સાથે વાત થયા મુજબ તેઓની ઓર્ડર મુજબ ટીએમટી સળિયા 25 ટન મહેસાણાથી સાણંદ ટ્રાન્સપોર્ટમાં મોકલાવ્યા હતા તેમજ ડોક્ટર માંકડીયાએ માલીયાસણના પ્રકાશ ભાઈના નંબર આપ્યા હોય ત્યાં એસ એસ પતરાના ઓર્ડર મુજબનો માલ રાજકોટથી માલીયાસણ મોકલ્યો હતો. અને બંને માલના પેમેન્ટનું બિલ વોટ્સએપથી મોકલી આપ્યું હતું.

 

બાદમાં તારીખ 24/5/2021ના માલ પહોંચી ગયો હોય જેથી ફરિયાદીએ ડોક્ટર કાલરીયાને પેમેન્ટ માટે ફોન કરતા કહ્યું હતું કે, ટ્રસ્ટીઓ હાલ મુંબઈ છે હું તમને કુરિયરમાં ચેક મોકલી આપીશ બાદમાં તારીખ 26/5 ના કુરિયરમાં ચેક આવતા તે અભ્યુદય કો.ઓપ.બેંકનો લુહાર તુષાર બાબુભાઈના નામનો રૂ.30.19 લાખની રકમનો ચેક કુરિયરથી આવ્યો હતો.આ ચેક ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાં વટાવવા માટે નાખતા ચેક પરત ફર્યો હતો. જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

 

બાદમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, ડોક્ટર કાલરીયાનું સાચું નામ તુષાર બાબુભાઈ લુહાર છે અને તેને થાણે પોલીસે કોઈ ગુનામાં પકડી પાડ્યો હોય તે બાબતની જાણ થયા બાદ આ મામલે વેપારીએ પોતાની સાથે થયેલી રૂ 30,19,406 ની છેતરપીંડી અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ૪૦૬ ૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS