BREAKING NEWS

મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ, તેઓના આ કામોથી ગુજરાત વિશ્વ ફલક પર ઉભરી આવ્યું

  • December 12, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાન તરીકે જાણીતા ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 18માં મુખ્ય પ્રધાન તરીકે આજે ત્રણ વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 2022માં ઐતિહાસિક જીત બાદ 12મી ડિસેમ્બર, 2025ના રોજ તેમણે શપથ લીધા હતા.

આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે જી-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું.


વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે.


વર્ષ 2025માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો છે.


મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.


ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતી સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પૉલિસીને વગેરેના કારણે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.


ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.


મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.


3 વર્ષ કૃષિ કલ્યાણનાં, 3 વર્ષ જનવિશ્વાસનાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી


ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી થયેલા પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું.


તા‌.23 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, લગભગ 33 લાખ ખેડૂતોને થશે લાભ કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનના સંદર્ભમાં ગુજરાત સરકારે ₹15 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, જેનાથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો


શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ છેલ્લા 3 વર્ષોમાં 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030.34 કરોડથી વધુની વ્યાજ સહાય આપવામાં આવી છે.


ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખ 96 હજાર થઈ, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર કરવામાં આવી છે.


વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી, આપવામાં આવી હતી.


વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી


મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ મળ્યો હતો.


માર્ચ 2025માં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવી હતી.


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ


ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય, અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી કરવામાં આવ્યા


ગુજરાતમાં માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57.41%નો નોંધપાત્ર ઘટાડો થયો


નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 3.88 લાખ માતાઓને મળી ₹238.77 કરોડની આર્થિક સહાય


465 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત દેશમાં પ્રથમ “વર્લ્ડ ઓબેસિટી ડે”ના દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


રાજ્યના આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું.


રાજ્યમાં મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ, 5000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવી.


વર્ષ 2025માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીનું સફળ આયોજન કરી શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શાળા છોડતા અટકાવવા માટે માટે શિક્ષણ વિભાગે અમલી કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ


મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ

નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામા આવી હતી.


નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી છે.


ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરવામાં આવી છે.


112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત: પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) અને ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070/1077) જેવી સેવાઓ માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે.મહેસૂલી ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણય- ખેતી હેતુ માટેની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો જૂની શરતની ગણાશે.

જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર પાંચ કરોડની જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર કક્ષાએથી મળશે, જંત્રી કિંમતના 10 ટકા વસૂલી જમીન હેતુફેર બિન ખેતી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application