નિરમા યુનિ.ના 3 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેશે ઈન્સ્ટ્રુમેન્ટ તાલીમ

  • June 19, 2021 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કંપાઉન્ડમાં આવેલ નેશનલ ફેસેલિટી ફોર ડ્રગ ડિસ્કવરી (એનએફડીડી) કોમ્પલેક્ષ માં જાણીતી નિરમા યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ 15 દિવસની ઈન્સ્ટ્રુમેન્ટ તાલીમ લેશે. આ 3 વિદ્યાર્થીઓમાં બાયોકેમેસ્ટ્રીના 2 તથા ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના 1 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેઓ અહીંના વિવિધ સાધનો પર તાલીમ લેશે. વિવિધ કેમિકલ તથા દવાઓની શુધ્ધતા જાણવા માટે અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હોય છે. જે તમામ સાધનો હાલ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપલબ્ધ હોય અહીં જ તેમને તાલીમ‌‌ આપવામાં આવશે. 

 

આ અંગે વાત કરતાં યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના એચઓડી ડૉ.જોશીએ જણાવ્યું હતું કે નિરમા યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ હાલ એનએફડીડીમાં તાલીમ લઈ રહ્યા છે. તેઓ આ કોમ્પલેક્ષમાં આવેલાં એચપીએલસી, એનએમઆર, આઈઆર તથા જીસીએમસી જેવા આધુનિક સાધનોને ઓપરેટ કરવાની તાલીમ લઈ રહ્યા છે. એચપીએલસી સાધનનો ઉપયોગ ફાર્મસી ઈન્ડસ્ટ્રીમાં થતાં નવા સંશોધનોની શુદ્ધતા ચકાસવા માટે થતો હોય છે. જેની કિંમત 70 લાખ રૂપિયા છે. તો એનએમઆર સાધનનો ઉપયોગ કેમિકલનું સંયોજન ચકાસવા માટે થતો હોય છે. જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. 

 

આ ઉપરાંત 70 લાખ રૂપિયાના જીસીએમસી સાધનનો ઉપયોગ કેમિકલ, દવાની પ્યોરિટી જાણવા માટે થતો હોય છે. કેમેસ્ટ્રીના એચઓડી ડૉ.જોશીના દાવા પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં આ પ્રકારના સાધનો આવેલાં છે. હાલમાં એનએફડીડી કોમ્પલેક્ષમાં આવા કુલ છ કરોડના અત્યાધુનિક સાધનો આવેલાં છે. 

 

નિરમા યુનિવર્સિટીના તાલીમ લેવા આવેલાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિલની સાથે થિયરીકલ અભ્યાસ પણ કરાવવામાં આવશે. તાલીમ પછી તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS