જામનગરમાં મ્યુકોર્માઇકોસિસના નવા ૫ દર્દી દાખલ થયા: ૬ દર્દીઓ પર મેજર સર્જરી

  • June 07, 2021 11:45 AM 

કુલ ૧૩૯ દર્દીઓ સારવાર હેઠળ: મ્યુકરમાઇકોશિશના વોર્ડમાં દાખલ થયેલા બે દર્દીઓના શનિવારે સાંજે મૃત્યુ: કોરોના અને અન્ય બીમારી કારણભૂત

જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં મ્યુકોરમાઈસિસ ના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે, અને વધુ ૫ દર્દીઓ સામે આવતાં તેઓને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ૧૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ વધુ ૬ મેજર સર્જરી કરવામાં આવી હતી. આ વોર્ડ માં દાખલ થયેલા બે દર્દીઓ શનિવારે સાંજે મૃત્યુ થયા હતા. જોકે બંનેના મૃત્યુ નું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર થયું છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૫ દર્દીઓનો ઉમેરો થયો છે. અને હાલ ૧૩૯ દર્દી બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.

ઉપરોક્ત દર્દીઓ પૈકી ૬ દર્દીઓ પર મેજર સર્જરી કરવામાં આવી હતી. ઉપરાંત મ્યુકોર્માકોસિસના વોર્ડમાં દાખલ રહેલા બે દર્દીઓના શનિવારે સાંજે મૃત્યુ નીપજયા છે. જેઓ નું મૃત્યુ કોરોના ની બીમારી ઉપરાંત ડાયાબિટીસ સહિતની બીમારીના કારણે થયું હોવાનો અભિપ્રાય મળ્યો છે. મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડ માં અત્યાર સુધીમાં ૧૯૬ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૭ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૧૫થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS