કોરોના પછી ફંગસની સ્પીડ વધી, દર 60 મિનિટે 3 નવા કેસ, રાજકોટમાં આજે મ્યૂકરમાઈકોસિસના કારણે 3 દર્દીના મોત

  • May 14, 2021 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરમાં લોકો પર ફંગસનું સંકટ પણ ઘેરાયું છે. કોરોનાથી જે દર્દીઓ સાજા થઈ જાય છે તેમને હવે ફંગસની ચિંતા સતાવવા લાગે તેવી સ્થિતિ છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ હવે મ્યૂકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. 

 

 

એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં દર કલાકે 3 નવા કેસ મ્યૂકરમાઈકોસિસના નોંધાય છે. ચિંતાની વાત એ પણ છે કે આ ફંગસ પણ હવે લોકોના જીવ લઈ રહી છે. આજે રાજકોટમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર લેતા 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. 

 

 

ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો કોરોનાથી રિકવર થઈ જાય છે ત્યારબાદ મ્યૂકરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે. ફંગસના કેસમાં રાજ્યભરમાં વધારો થતા સિવિલ હોસ્પિટલોમાં મ્યૂકરમાઈકોસિસના દર્દીઓ માટે બેડ કેપેસિટી વધારી દેવાઈ છે. દર્દીની સંખ્યા જેમ જેમ વધી રહી છે તેમ આ બીમારીની સારવાર માટે જરૂરી ઈન્જેકશનની ખપત પણ વધી ચુકી છે. 

 

 

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર સહિત ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પણ ફંગસનો ભોગ બની રહ્યા છે. કોરોનાના કેસ ઘટવાથી રાહતનો શ્વાસ લેતા લોકોના જીવ અદ્ધર મ્યૂકરમાઈકોસિસએ કરી દીધા છે. રાજકોટ સિવિલમાં સારવાર લેતા 3 દર્દીઓએ આજે ફંગસના કારણે જીવ ગુમાવ્યો છે. 

 


 
 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS