ઉત્તરાયણ પર્વ નજીક આવતા પોલીસે જીવલેણ ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરનાર શખસોને ઝડપી લેવાની કામગીરી વધુ આક્રમક બનાવી છે. ત્યારે આજરોજ શહેરમાં અલગ–અલગ ત્રણ સ્થળોએથી પોલીસે ચાઈનીઝ દોરીની ૬૯ ફીરકી સાથે ત્રણ શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન શહેરના ભગવતીપરા વિસ્તારમાં પુલ નીચેથી નાની મોટી ચાઈનીઝ દોરીની ૪૯ ફિરકી કિં. ૧૧,૩૦૦ ના જથ્થા સાથે રાજેશ ઉર્ફે રાજુ મનુભાઈ વાઘેલા (ઉ.વ ૪૫ રહે. ભગવતીપરા શેરી નંબર ૯, દશામાંના મંદિર પાસે) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે. યારે થોરાળા પોલીસ મથકના સ્ટાફે ભાણજી દાદાના પુલ પાસે કુબલીયાપરા જવાના રસ્તા પરથી સુરેશ ધર્મેશભાઈ ડોડીયા (ઉ.વ ૨૦ રહે. સીતારામનગર શેરી નંબર ૨, રાજમોતી મીલની પાછળ ભાવનગર રોડ) ને પિયા ૨૦૦૦ ની કિંમતની ચાઈનીઝ દોરીની ૧૦ ફીરકી સાથે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે લમીનગર શેરી નંબર ૪ કુળદેવી કૃપા મકાન પાસે રહેતા રાજેશ સામંતભાઈ ગુજરાતી (ઉ.વ ૩૩) નામના શખસને ચાઈનીઝ દોરીની ૧૦ ફીરકી કિં..૩૦૦૦ ઝડપી લઇ તેની સામે જાહેરનામા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech