છત્તીસગઢમાં CRPFનાં કેમ્પ પર હુમલામાં 3 જવાન શહીદ, 14 ઈજાગ્રસ્ત

  • January 30, 2024 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 14 જવાનો ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની માહિતી મળતાં જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.


મળતી માહિતી મુજબ, સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા કેમ્પ બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.


સુરક્ષા દળોએ પણ માઓવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી. સુરક્ષા દળોના વધતા દબાણને જોઈને માઓવાદીઓ જંગલની આડમાં ભાગી ગયા. જો કે આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા હતા. અને 14 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application