જામનગરમાં શરાબની બોટલો સાથે ૩ પકડાયા : એક ફરાર

  • May 04, 2021 09:52 PM 

જામનગરના મોહન નગરના ઢાળીયા પાસેથી બે ઇસમને દારૂની બોટલ સાથે પકડી લીધા હતા જ્યારે જનતા ફાટક રોડ પર એક શખ્સ દારૂની2 બોટલ સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો જેમાં એકનું નામ બહાર આવ્યું હતું.

જામનગરના વિભાપર ગામમાં રહેતા અર્જુન ઉર્ફે સાગર કાના વાઘોરા અને જામનગરના ગુલાબનગર માં રહેતા ફિરોઝ જુમા સુમરા આ બન્ને શખ્સોને ઈંગ્લીશ દારૂની બોટલ લઈને મોહન નગરના ઢાળીયા પાસેના રોડ પરથી નીકળતા સીટી એ પોલીસે પકડી લીધા હતા.

જ્યારે, જામનગરના નાગેશ્વર રોડ બુદ્ધ વાસ ખાતે રહેતા જયદીપ દિનેશ ધુલિયા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બે બોટલ લઈને જનતા ફાટક પાસે ફાયર બ્રિગેડની ઓફિસ સામેના રોડ પરથી નીકળતા પોલીસે દબોચી લીધો હતો પૂછપરછ દરમિયાન બેડીનાકે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા હિતેશ ડોલર મારુ નામના શખ્સની સંડોવણી ખુલી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS