ભાડલા પોલીસે મદાવા ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જયારે અંધારાનો લાભ લઇ ચાર શખસો નાસી ગયા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૨૫૫૦ કબજે કરી નાસી ગયેલા વાડી માલિક સહિતનાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ભાડલા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે અહીંના મદાવા ગામની સીમમાં આવેલી જેન્તી જતાપરાની વાડીની ઓરડીમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે અહીં દરોડો પાડયો હતો.પોલીસે અહીં લાઇટના અજવાળે જુગાર રમતા વનરાજ જેન્તીભાઇ રાજપરા,રાહત્પલ રાયાભાઇ જતાપરા અને નિતેષ ગોવીંદભાઇ ઝાપડીયાને ઝડપી લીધા હતાં.જયારે ચાર શખસો નાસી ગયા હતાં.પોલીસે આ શખસો પાસેથી રોકડ .૨૫૫૦ કબજે કર્યા હતાં.જયારે તેમની પુછતાછ કરતા નાસી ગયેલા શખસોમાં વાડી માલિક જેત્ની ગાડાભાઇ જતાપરા,સંજય અમરશીભાઇ બેરાણી,વનરાજ રમેશભાઇ બેરાણી અને અંકુર રાયધનભાઇ જતાપરા હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય એક દરોડામાં જસદણ પોલીસ મથકના સ્ટાફે કાળાસર ગામની સીમમાં પ્રાગજી પ્રેમજીભાઇ રંગપરાની વાડીમાં જોહરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં.જેમાં વાડી માલિક પ્રાગજી રંગપરા,મનસુખ પ્રેમજીભાઇ રંગપરા,ધી પોપટભાઇ રંગપરા,રમેશ ભીખાભાઇ રંગપરા, બીજલ કાળુભાઇ ખીહડીયા,દામજી દેવાભાઇ ગઢાદરા અને લખમણ જીણાભાઇ મીઠાપરાનો સમાવેશ થયા છે. પોલીસે પટમાંથી રોકડ .૩૨,૨૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech