પટેલ કોલોનીમાં જુગારના અખાડામાંથી ૫ પત્તા પ્રેમીઓ પકડાયા

  • May 06, 2021 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે ફ્લેટમાં એલસીબી ત્રાટકી, બે શખ્સ ફરાર, એક લાખનો મુદ્દામાલ કબજે: બેડીમાં ૬ જુગારી ઝબ્બે

જામનગર શહેરની પટેલ કોલોની શેરી નંબર 7-8 વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં એક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની હકીકતને આધારે એલસીબીએ દરોડો પાડીને પાંચ શખ્સોને ૨૯ હજારની રોકડ, વાહનો મળી કુલ એક લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા તપાસ દરમિયાન બે શખ્સોના નામ ખુલ્યા હતા, જ્યારે બેડીમાં જાહેરમાં જુગાર રમતા છ પતાપ્રેમી પોલીસની પકડમાં આવ્યા હતા.

જામનગર જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના મુજબ એલસીબી પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન અનુસાર પીએસઆઈ આર.બી ગોજીયા, પીએસઆઇ બી.એમ દેવમુરારી, પીએસઆઇ કે કે ગોહિલ અને સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.

એ દરમિયાન એલસીબીના અજયસિંહ ઝાલા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરની પટેલ કોલોની શેરી નંબર 7-8 વચ્ચે આવેલ રાજપથ એપાર્ટમેન્ટમાં આરોપી સ્મિત કાનાબારના ફ્લેટમાં તીન પતિ જુગાર ચાલતો હોય આથી પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતા પટેલ કોલોની રાજપથ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત બીપીન કાનાબાર, નવાગામ ઘેડના બાપુ નગર શેરી નંબર 4 માં રહેતો પ્રતાપ સિંહ પ્રભાતસિંહ જાડેજા, પટેલ કોલોની શેરી નંબર 2 રોડ 2 ખાતે રહેતો મુકેશ મંગલદાસ મોદી, નવાગામ ઘેડના ગોપાલ ચોકમાં રહેતો દિનેશ શરદ શિંગાળા અને પટેલ કોલોની 9 ના છેડે શાંતિ નગર શેરી નંબર 2 માં રહેતો રમેશ નાનજી ડાભી નામના જુગારીઓને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી ૨૯,૫૦૦ની રોકડ, ૨ મોટરસાયકલ, 5 મોબાઈલ અને ગંજી પત્તા મળીને કુલ 1, 05, 500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિરૂધમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ એ ફરિયાદ આપી હતી.

દરોડામાં પાંચ જુગારી ઝપટમાં આવ્યા હતા જ્યારે નવાગામ ઘેડનો હરપાલસિંહ જાડેજા અને ખડખડ નગરનો સાગર રાઠોડ આ બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બીજા દરોડામાં જામનગરના બેડી નુરી રજા ચોકમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા બેડીના રમીઝ ઉમર ભટ્ટી, આસિફ હસન જેડા, શાદીક હારુંન ભટ્ટી, બિલાલ અનીશ ભોકલ, હનીફ આદમ સુમારીયા અને યુસુફ અનવર જામ નામના શખ્સોને રોકડ રૂપિયા 11100 અને ગંજી પત્તા સાથે સીટી બી ડિવિઝન પોલીસે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS