જામનગર શહેરમાં અંગ્રેજી દારુની બોટલો સાથે ૩ ની ધરપકડ

  • November 01, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭ બોટલ કબ્જે: બેડીમાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસ પ્રગટી

જામનગરના જડેશ્ર્વર પાર્ક, દિ.પ્લોટ, દરેડ વિસ્તારમાં ઇંગ્લીશ દારુની બોટલો સાથે ૩ શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતા, જ્યારે બેડી વિસ્તારમાં દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો છે.
જામનગરના સાધના કોલોની પાછળ જડેશ્ર્વર પાર્ક શેરી નં. ર માં રહેતા અમૃતલાલ હરીદાસ દુધરેજીયા નામના શખ્સના ભોગવટાના મકાનમાં સીટી એ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇંગ્લીશ દારુની બોટલ સાથે પકડી લીધો હતો.
બીજા દરોડામાં જામનગરના હર્ષદમીલની ચાલી મોલ ઘાંચી કબ્રસ્તાન પાસે મહાવીરનગરમાં રહેતા હીરા ગોવિંદ જેપારના શખ્સને ૩૦૦ એમએલ ઇંગ્લીશ દારુ સાથે દિ.પ્લોટ વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દરેડ ગોડાઉન સામે રહેતા અનિલ સોમજી પારીયા નામના શખ્સને ઇંગ્લીશ દારુની પાંચ બોટલ સાથે દબોચી લીધો હતો, જ્યારે બેડી સોઢા ફળીમાં રહેતી સફુરાબેન સાલેમામદ પાલાણીના મકાને મરીન પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારુ બનાવવાનો ૧પ લીટર આથો, ૩ લીટર દારુ અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application