હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબનોનથી ઈઝરાયેલમાં કરવામાં આવેલા એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય બે ઘાયલ થયા છે. આ હુમલો ઈઝરાયેલની ઉત્તરીય સરહદ પાસે કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ ત્રણેય ભારતીયો કેરળના રહેવાસી છે. મિસાઈલ હુમલો સોમવારે સવારે લગભગ 11 વાગે ઈઝરાયેલના ગેલીલી વિસ્તારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ એક ખેતરમાં પડી, જ્યાં કામ કરતા લોકો તેની અસરમાં આવી ગયા. હુમલામાં માયર્િ ગયેલા ભારતીય નાગરિકની ઓળખ કેરળના કોલ્લમના રહેવાસી પટનીબિન મેક્સવેલ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન તરીકે થઈ છે.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે મિસાઈલ હુમલામાં દાઝી જવાને કારણે જ્યોર્જને નજીકની બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેનો ચહેરો દાઝી ગયો છે. તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તે ભારતમાં પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે. દરમિયાન, મેલ્વિનને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને ઉત્તરી ઈઝરાયેલની ઝીવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે કેરળના ઇડુક્કીનો રહેવાસી છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો લેબનોનના હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો. તે 8 ઓક્ટોબરથી સતત ઈઝરાયેલ પર રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયેલમાં એક ભારતીયના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા, ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં પ્લાન્ટેશનમાં કામ કરી રહેલા ભારતીય નાગરિકના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના અને સંવેદના પીડિત અને ઘાયલોના પરિવારો સાથે છે. ઇઝરાયેલની તબીબી સંસ્થાઓ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપી રહી છે. ઈઝરાયેલ આતંકવાદની ઘટનાઓમાં માયર્િ ગયેલા દરેક નાગરિક સાથે સમાન વર્તન કરે છે, પછી તે ભારતીય હોય કે વિદેશી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. ઇઝરાયલે હમાસના હુમલાનો એવી રીતે જવાબ આપ્યો કે ગાઝામાં માત્ર એક-બે હજાર નહીં પરંતુ 24,000 પેલેસ્ટિનિયનો માયર્િ ગયા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. આ સિવાય 60 હજારથી વધુ પેલેસ્ટાઈન કોઈને કોઈ રીતે ઘાયલ થયા છે. બેન્જામિન નેતન્યાહુએ હમાસને ખતમ કરવાના ઈરાદાથી ગાઝા પર હવાઈ હુમલા કયર્િ હતા. ઇઝરાયેલની સેનાએ શાળાઓ, હોસ્પિટલો અને શિબિરો પર બોમ્બમારો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech