એઆઈનું વર્ચસ્વ વધી રહ્યું છે અને તેનો સ્વીકાર દરેક ક્ષેત્રે થાય તે અમુક હદ સુધી વ્યાજબી પણ છે. આઈઆરસીટીસીએ હવે એક અનોખી પહેલ કરી છે અને દેશભરના ૨૯૭ રેલ કિચન પર નજર રાખવાનું કામ એઆઈની સોપી દીધું છે.જો કોઈ કર્મચારી દેશભરમાં ફેલાયેલા રેલ્વે રસોડામાં કિચન કેપ અથવા ગ્લોવ્સ વિના પ્રવેશ કરશે, તો ઓટોમેટેડ સિસ્ટમ દ્રારા તેના ઇન્ચાર્જને ફરિયાદ મોકલવામાં આવશે.આઈઆરસીટીસીએ દેશમાં પ્રથમ વખત રેલ્વેએ ફડની ગુણવત્તા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શ કર્યેા છે. રેલ્વે મુસાફરોની ઉચ્ચ સ્તરની ખાધ ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે, રેલ્વેએ તેના ૨૯૭ રસોડામાં એઆઈનો ઉપયોગ કરવાનું શ કયુ છે.
આઈઆરસીટીસીના સીએમડી સંજય કુમાર જૈને જણાવ્યું હતું કે હવે એઆઈ દ્રારા, જો કોઈ કર્મચારી દેશભરમાં ફેલાયેલા રેલ્વે રસોડામાં કિચન કેપ અથવા ગ્લોવ્સ વિના પ્રવેશ કરશે, તો ઓટોમેટેડ સિસ્ટમ દ્રારા તેના ઈન્ચાર્જને ફરિયાદ મોકલવામાં આવશે.એઆઈ આવી ઘણી અનિયમિતતાઓ વિશે તરત જ ફરિયાદ કરે છે. દેશભરમાં રેલવેના આવા ૮૦૦ થી વધુ રસોડા છે, જેમાં ઉંદરો અને વંદાની ફરિયાદો આવતી રહે છે. એવી પણ ફરિયાદો છે કે કર્મચારીઓ કયારેક ગ્લોવ્ઝ પહેરતા નથી અને કયારેક કિચન કેપ પહેરવાનું ટાળે છે. રેલ્વે રસોડાના આ નિયમોને લઈને કડક છે. બધા રસોડામાં રસોડાના એસઓપીનું સતત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે, રેલ્વેએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ નો ઉપયોગ કરવાનું શ કયુ છે.
વોર રૂમમાંથી દેશભરના કિચન પર નજર રખાશે
આઈઆરસીટીસીના પ્રવકતા આનદં ઝાએ જણાવ્યું કે એઆઈ ના ઉપયોગ માટે દિલ્હીમાં આઈઆરસીટીસીની હેડ ઓફિસમાં સૌપ્રથમ વોર મ બનાવવામાં આવ્યો. આ વોર મમાં ઘણી મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. દરેક સ્ક્રીન પર રિયલ ટાઈમમાં ૧૨, ૨૪ કે ૪૮ કિચન એકસાથે જોઈ શકાય છે. વોર મની આ સ્ક્રીનો સાથે દેશભરમાં ૨૯૭ રસોડા લાઈવ જોડવામાં આવ્યા છે. આ રસોડામાં શું થઈ રહ્યું છે તે આઈઆરસીટીસી હેડ કવાર્ટરમાં દિવસ–રાત બેઠેલા કર્મચારીઓ વાસ્તવિક સમયમાં દેખાઈ રહ્યું છે. આટલા બધા રસોડા વિશે ફોન કરીને ફરિયાદ કરવી સરળ ન હતી, તેથી એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો. હવે જેવી એઆઈ રસોડામાં ઉંદરને જુએ છે, તે સંબંધિત રસોડામાં ફરિયાદ ટિકિટ મોકલે છે. આ ફરિયાદ ટિકિટમાં ફરિયાદનો સમય, તારીખ વગેરે જેવી તમામ વિગતો હોય છે. યારે રસોડામાં કોકરોચ જોવા મળે છે ત્યારે પણ આવું જ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech