વડિયાના અમરાપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ સાથે 28 લાખની છેતરપિંડી

  • August 06, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ થોડા વખતથી કોઈને કોઈ વિવાદમાં ચચર્નિા એરણે ચડે છે. વધુ એક આવા કિસ્સામાં અમરેલી જિલ્લ ાના વડિયાના અમરાપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ અક્ષરવલ્લ ભસ્વામી ગુરુપુરાણીસ્વામીને બેંકમાં ટ્રેડીંગમાં સારો લાભ થશે તેમ કહી યુવતી સાથે આવેલો અને પોતાને બેંકના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાની ઓળખ આપ્નાર ઋષિ પ્રવિણભાઈ પડીયા નામના શખ્સે સ્વામીને આર્થિક લાભની જાળમાં ફસાવી 28.50 લાખની છેતરપિંડી આચયર્નિો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ બનાવ સંદર્ભે સ્વામીજી વતી સેવક અશ્ર્વિનકુમાર શાંતિલાલ રાખોલીયાએ અરજી કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ, 6 માસ પૂર્વે તા.27-1ના રોજ ઋષિ પડીયા અને તેની સાથે દ્રી નામની એક યુવતી આવી હતી અને ઋષિએ કહ્યું હતું કે, આ યુવતી અમરાપુર કોલેજમાં અભ્યાસ કરે છે હું તેને લેવા મૂકવા માટે જાવ છું. સ્વામીજી સાથે વાતછટાથી ઋષિએ પરિચય કેળવ્યો હતો અને પોતે આઈસીઆઈસીઆઈ બેંકમાં ટ્રેડીંગનો વ્યવસાય કરે છે જો તમે 30 લાખ પિયાનું અમારી પાસે ટ્રેડીંગ કરાવો તો 20-25 દિવસમાં 40 લાખની રકમ અપાવી શકું તેમ કહી સ્વામીજીને વિશ્ર્વાસમાં લીધા હતા.
વાતોમાં આવેલા અક્ષરવલ્લ ભ સ્વામીએ સુરત રહેતા અશ્ર્વિન રાખોલીયાના જોઈન્ટ એકાઉન્ટમાંથી 4 લાખની અમાઉન્ટનો તા.31-1ના રોજ ઋષિને ચેક આપ્યો હતો. આ ઉપરાંત સ્વામીનારાયણ મંદિરનો બેંક ખાતામાં સ્વામી અક્ષરવલ્લ ભ અને સુરતના જયંતીભાઈ હપાણી બન્નેનું જોઈન્ટ એકાઉન્ટ હોય એ એકાઉન્ટનો 19.50 લાખનો જયંતીભાઈની સહીવાળો ચેક આપ્યો હતો આમ 23.50 લાખના બે ચેક ઋષિને આપ્યા હતા. થોડા દિવસ બાદ ઋષિ પાછો મંદિર આવ્યો હતો અને કહ્યું હતું કે હજુ પિયાની ટ્રેડીંગ અમારી પાસે કરાવો તો વધુ વળતર મળશે કહી તા.26-2ના રોજ ફરી 5 લાખનો ચેક લઈ ગયો હતો. ફરી બીજે દિવસે આવ્યો અને કહ્યું કે થોડી રકમ ઘટે છે તેમ કહી બીજો 50 હજારનો ચેક પણ લઈ લીધો હતો.
અન્ય એક સેવક હરપાલભાઈ અનંતભાઈ વાળાના બેંક એકાઉન્ટમાંથી ઋષિના એેકાઉન્ટમાં 50 હજાર ફોનથી ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્રણ દિવસ બાદ ઋષિને નાણાનું શું થયું? તે બાબતે પૂછપરછ કરી હતી. ઋષિએ કહ્યું કે 2-3 દિવસમાં મંદિરે આવું અને મંદિરે આવીને તમે જે રકમ આપી તેમાં હજુ 5 લાખ જમા કરાવો તો ડબલ પિયા આપીશ કહી સ્વામીને ફરી જાળમાં ફસાવીને સ્વામી પાસે 5 લાખ નહીં પરંતુ 3.50 લાખની સગવડ હતી તે ઋષિને આપી દીધી હતી.
ચેક અને રોકડ ઓનલાઈન ટ્રાન્સફરથી મંદિરના સેવકોના 28.50 લાખ પિયા ઋષિએ લઈ લીધા હતા અને 20-25 દિવસ બાદ તેને નાણા આપવાનું કહેવામાં આવતા ગલ્લ ા-તલ્લ ા કરવા લાગ્યો હતો. છેવટે કહ્યું કે બેંકમાં ટ્રેડીંગમાં રોકાણ કરાયેલા નાણા ડુબી ગયા છે તમને પૈસા મળશે નહીં આમ કહી ઋષિએ હાથ ઉચા કરી લીધા હતા. છેતરાયેલા સ્વામીએ સેવક અશ્ર્વિનકુમાર રાખોલીયા મારફતે ગત તા.19-6ના રોજ વડિયા પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્ર્વાસઘાતની અરજી આપી હતી. જેના આધારે વડિયા પોલીસે વિસાવદર તાલુકાના ઢેબર ગામના આરોપી ઋષિ સામે ગુનો નોંધી  સત્ય શું છે તે જાણવા તપાસ આરંભી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application