27 વર્ષની યુવતીએ શરુ કર્યું સ્ટાર્ટઅપ અને અનેક લોકોને આપી રોજગારી

  • September 16, 2020 12:57 PM 489 views


કોરોના વાયરસને કારણે અનેક લોકોના રોજગારનો ભોગ લેવાયો છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને કેટલાક લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં 27 વર્ષીય વિજયલક્ષ્મીએ પ્રોત્સાહન મળે તેવું કામ કર્યું છે. તેઓએ રોજગારની નવી તકો ઊભી કરી અને ઘણા બેરોજગારને કામ આપી સહાય પૂરી પાડી છે.

 

બિજયલક્ષ્મીએ કમળના ફૂલની દાંડીમાંથી દોરી બનાવીને સફળતાનું નવું ઉદાહરણ રજૂ કર્યું છે. બીજયશાંતિ ટોંગબ્રમમાં તેની સાથે થોડા લોકોની ટીમ રાખી છે. જે કમળની દાંડીમાંથી દોરી બનાવવાનું કામ કરે છે. બીજયલક્ષ્મીએ સૌ પ્રથમ વૃદ્ધ સ્ત્રી પાસેથી આ કામ શીખી કુશળતા મેળવી. આ અંગે પોતે પણ વધુ માહિતી એકત્રિત કરી. ત્યારબાદ બીજયલક્ષ્મીએ કમળની દાંડીમાંથી દોરી બનાવવાની સાથે કમળની ચા બનાવવાનું પણ શીખ્યું. ત્યારબાદ તેણે આ દિશામાં આગળ વધવાની શરુઆત કરવા એક સ્ટાર્ટઅપ શરુ કર્યું. આ શરૂઆતથી ગામલોકોને રોજગાર આપવામાં પણ બિજયલક્ષ્મી સફળ રહી છે. તેઓ કહે છે કે જો સરકાર તેમના સ્ટાર્ટઅપમાં મદદ કરશે, તો તેઓ વધુને વધુ મહિલાઓને આ રોજગાર સાથે જોડવા માગે છે 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application