Rajkot Fire Tragedy: TRP ગેમઝોન દુર્ઘટનામાં 9 બાળકો સહિત 27 લોકોના મોત

  • May 26, 2024 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. જેમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. બપોરે ચાર વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. શનિવાર હોવાથી બાળકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


આ દરમિયાન ફાઇબરથી બનેલો ગેમિંગ ઝોન થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયો. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર કર્મીઓને આગ ઓલવવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. તેમજ લોખંડના સ્ટ્રક્ચર પર ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો હોવાના કારણે ફાયર કર્મીઓને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે એક માળખું ધરાશાયી થવાને કારણે તેમને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application