કુલ રૂપિયા ૭૬, ૧૦૦ની રોકડ કબ્જે કરાઈ : એક શખ્સ ફરાર
જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણિયા જુગારના ગઈકાલે વધુ ૬ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જામનગર શહેર તેમજ જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં જુગારના દરોડા પાડી કુલ ર૭ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી ૬૭ હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.
જામનગરના પટેલનગર શેરી નંબર ૩માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા પ્રશાંત જેન્તીભાઈ ગોહિલ, જયદીપ રમેશભાઈ વાઘેચા, લાલજી મનજીભા વાઘેલા અને મનોજ જેન્તીભાઈ વાઘેલા સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૦,૬૦૦ કબ્જે કર્યા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી લાખાણી ગામે વાછરા ડાડાના મંદિર પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ શકિતસિંહ લખુભા જાડેજા, કૃષ્ણપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ સતુભા જાડેજા, જયપાલસિંહ જાડેજા, હરપાલસિંહ હકુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ સબળસિંહ જાડેજા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૩,૩પ૦ કબ્જે કર્યા છે.
જ્યારે ધ્રોલ ખાતે આવેલ વાળંદ શેરીમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ અકરમશા હમીદશા શાહમદાર, શાહનવાઝ ફારૂકભાઈ નાગાણી, સોયબ સતારભાઈ ડોસાણી નામના ત્રણ શખ્સોને રોકડ રૂા. ૧૦,૧પ૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જ્યારે જામજોધપુરના જામસખપુર ગામે જૂના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા મહેશ માધવજીભાઈ ભાલોડિયા, મેહેન્દ્રભાઈ અમરદાસ હરિયાણી, હસમુખભાઈ મોહનગીરી ગોસ્વામી અને ભરતભાઈ ભગવાનજીભાઈ હિંગરાજિયા નામના ચાર શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૦,ર૪૦ કબ્જે કર્યા છે. આ ઉપરાંત જામનગરના સાધના કોલોનીમાં એલ ૧૧૧ ના બિલ્ડીંગના પાર્કિંગમાં ગંજીપના વડે જુગાર રમતા હરિશ મૂળજીભાઈ પરમાર, રાજુ નારણભાઈ શુકલા, કરણ રાજેશભાઈ શુકલા અને અશ્વિન પરસોતમભાઈ ગોરખતરીયા નામના ચાર શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૪૩૪૦ની કબ્જે કર્યા છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ભરુડિયા ગામે પાદરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ રાવુભા જાડેજા, ખુમાનસિંહ રતુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૮,પ૦૦ કબ્જે કર્યા છે. જ્યારે આ દરોડા દરમ્યાન ડાયાભાઈ કરંગિયા નામની વ્યકિત નાશી જતાં તેઓને ફરારી જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech