BREAKING NEWS

જામનગર : જોગવડ ગામમાં ૨૫ વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

  • January 05, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર પંથકમાં યુવાઅસ્થામાં હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, અને  જોગવડ ગામમાં ૨૫ વર્ષના યુવકને ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું છે. મૃતક યુવાનના વિસરા લઈને લેબોરેટરીમાં મોકલાવાયા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરવામાં આવી છે.


જામનગર નજીક જોગવડ ગામના પાટીયા પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતો જીવણ મુરુભાઈ કારિયા નામનો ૨૫ વર્ષનો ગઢવી જ્ઞાતિનો યુવાન, ગત ૮.૫.૨૦૨૫ના રાત્રિના પોતાના ઘેર બાથરૂમમાં ગયા પછી બાથરૂમમાંથી લાંબો સમય સુધી બહાર આવ્યો ન હતો.  તેનો દરવાજો અંદરથી બંધ હતો, અને કોઈ અવાજ આવતો ન હતો.


જેથી પરિવારના અન્ય સભ્યોએ દરવાજો ખખડાવતાં ખોલ્યો ન હતો. આથી તે દરવાજો તોડીને અંદર જોતાં જીવણભાઈ બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવરાજ મુરુભાઈ કારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ એચ નોઈડા જે તે વખતે જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસરા લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
​​​​​​​

 દરમિયાન આ મામલો જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સમક્ષ પહોંચ્યો હતો, અને તેઓએ તાત્કાલિક અસરથી વિસરાના રિપોર્ટ ના આધારે મેઘપર પડાણા પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ અંગે નોંધ કરી તેનો રિપોર્ટ જાહેર કરવા જણાવ્યું હતું, જેથી મેઘપર પડાણા પોલીસ મથકમાં તા.૩ના રોજ અકસ્માત મૃત્યુ નોંધ કરવામાં આવી છે. મૃતકનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application