લાખોટા તળાવની સફાઇ: 2570 કીલો કચરો નીકળ્યો

  • June 28, 2021 11:14 AM 

શહેર ભાજપ અને એસએસબીના જવાનોના સહયોગથી રવિવારે 3 કલાક સુધી તળાવમાંથી કચરો કાઢવાનું અભિયાન હાથ ધરાયું : મેયર, શહેર ભાજપ પ્રમુખ, સ્ટે. ચેરમેન અને કોર્પોરેટર સહિતના અગ્રણીઓ જોડાયા

જામનગર શહેરમાં કયારેક કયારેક મહાપાલીકાના પદાધિકારીઓને તળાવ સફાળ કરવાનું અભિયાન સુજી આવે છે, રવિવારે સવારે જામનગર શહેર ભાજપ અને એસએસબીના સહયોગથી લાખોટા તળાવમાંથી કચરો કાઢવાનું અભિયાન હાથ ધરાયુ હતું અને 3 કલાકમાં તળાવમાંથી 2570 કીલો કચરો કાઢવમાં આવ્યો હતો.

આ અભિયાનમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયા, ભાજપના શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, નેતા કુસુમબેન પંડયા, પૂર્વ નેતા દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો પાર્થ કોટડીયા, કેતન નાખવા, સરોજબેન વિરાણી, સોલીડ વેસ્ટ શાખાના મુકેશ વરણવા, રાજભા જાડેજા સહિતના અનેક કોર્પોરેટરો અને એસએસબીના જવાનો હાજર રહયા હતા, ચાર ગાડીમાં આ કચરાને ડમ્પીંગ કરીને ઠેબા ચોકડી પાસે ડમ્પીંગ પોઇન્ટમાં ઠાલવવામાં આવ્યો હતો.

અવાર નવાર આ રીતે જો સફાઇ અભિયાન શ કરવામાં આવે તો તળાવની સ્વચ્છતા પણ વધી જાય, લોકો એ પણ ઘ્યાન રાખવુ જોઇએ, તળાવમાં કચરો નાખવો જોઇએ નહીં, કેટલાક ડોકટરો દ્વારા રણમલ તળાવમાં બાયોવેસ્ટ નાખવામાં આવે છે, જેના લીધે ગંદકી વધી જાય છે આવા ડોકટરો સામે પણ કડક પગલા લેવા જોઇએ, આ સફાઇ અભિયાનમાં 60 થી વધુ લોકો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)