મોરબીના હરિપર પાસે અકસ્માતમાં પોલીસની નજર સામે પત્નીનું મૃત્યુ

  • September 16, 2020 11:52 AM 90 views

મોરબીના હરીપર કેરાળા નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સીટી પોલીસ લાઈનના રહેવાસી અને પોલીસમાં ફરજ બજાવતા રમેશગીરી ગોસાઈ તેના પત્ની સાથે એકટીવામાં માતાજીના દર્શન અર્થે ગાળા ગયા હોય અને ત્યાંથી પરત ફરતા હોય ત્યારે અજાણ્યા વાહને એકટીવાને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં એકટીવા ચાલક રમેશગીરી ગોસાઈને ઈજાઓ પહોંચી હતી જયારે પોલીસકર્મીની નજર સામે પત્ની હષર્બિેનનું કરુણ મોત થયું હતું જયારે અકસ્માત સજીર્ વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ અકસ્માતનો ગુન્હો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application