ખાનગી હોસ્પિટલમાં 25 પેરામેડિકલ સ્ટાફ પોઝિટિવ: ત્રણને દાખલ કરાયા

  • April 12, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ભયાનક રીતે કોરોના ના વધતા સંક્રમણ વચ્ચે એક ખાનગી હોસ્પિટલ પેરામેડિકલ વિભાગના 25 લોકો કોરોના પોઝિટિવ થતાં મેનેજમેન્ટ માં દોડધામ મચી ગઇ હતી. જાણવા મળતી વિગત મુજબ નવા હોસ્પિટલ માં ચાલતા કોવિડ વિભાગનો પેરામેડિકલ સ્ટાફ કોરોનાની ઝપટે ચડી ગયો છે ત્યારે બીજી બાજુ આટલી મોટી સંખ્યામાં કોવિડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોરોના ગ્રસ્ત થતા મુશ્કેલી ઊભી થઈ છે.

 

 

આ અંગેની વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગરોડ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં શનિ-રવિ દરમ્યાન 25 જેટલા લોકો એક પછી એક કોરોના સંક્રમિત થયા છે. જેમાં જાણવા મળતી વિગત મુજબ ત્રણ વ્યક્તિઓને આજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય સ્ટાફ હોમ આઇસોલેટ થઈ સારવાર લઈ રહ્યો છે. આ ઉપરાંત મળતી વિગત મુજબ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં પણ બે દર્દીઓ સહિત પાંચ લોકો કોરોના ની ઝપટે ચડ્યા છે.

 

 

સુત્રોમાંથી મળતી વિગત મુજબ એક એનેથેસિસ્ટ તબીબ,એક રેસિડેન્ટલ ડોકટર,નર્સ અને બે દર્દીઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ બંને દર્દીઓના ગત સપ્તાહમાં કેન્સર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા ત્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ ફરી આ બે દર્દી સહિત પાંચ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS