અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે રૂા.૨૫ લાખની છેતરપિંડી

  • November 16, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે રૂા.૨૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જે માટે દિશા પટણીના પિતાએ ૫ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જગદીશ સિંહ પટણીએ બરેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને ૫ આરોપીઓએ સરકારી કમિશનમાં ઉચ્ચ હોદો અપાવી દેવાની લાલચ આપી હતી અને તેના માટે ૨૫ લાખ માંગ્યા હતા..
નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક જગદીશ સિંહ પટણી દ્રારા બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડીકે શર્માએ જણાવ્યું હતું કે શિવેન્દ્ર પ્રતાપ સિંહ, દિવાકર ગર્ગ, જૂના અખાડાના આચાર્ય જયપ્રકાશ, પ્રીતિ ગર્ગ અને એક અજાણ્યા વ્યકિત સામે છેતરપિંડી, ગુનાહિત ધાકધમકી અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે.શર્માએ ઉમેયુ હતું કે, આરોપીની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવાના પ્રયાસો ચાલુ છે.
બરેલીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેતા જગદીશ સિંહ પટણીએ આરોપ લગાવ્યો હતો કે શિવેન્દ્ર પ્રતાપ સિંહ, જેને તે અંગત રીતે ઓળખતો હતો, તેણે તેનો પરિચય દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે કરાવ્યો હતો. તેઓએ મજબૂત રાજકીય જોડાણ હોવાનો દાવો કર્યેા હતો અને પટાણીને ખાતરી આપી હતી કે તેઓ તેમને સરકારી કમિશનમાં ચેરમેન, વાઇસ–ચેરમેન અથવા સમાન પ્રતિિત પદ મેળવવામાં મદદ કરી શકે છે.જૂથે કથિત રીતે જગદીશ પટાણી પાસેથી રૂા.૨૫ લાખ લીધા હતા – રૂા.૫ લાખ રોકડા અને રૂા.૨૦ લાખ ત્રણ અલગ–અલગ બેન્ક એકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
પૈસા આપ્યા પછી ત્રણ મહિના સુધી આ બાબતે કોઈ પ્રગતિ ન થતાં આરોપીઓએ પટણીને કહ્યું કે તેઓ વ્યાજ સહિત પૈસા પરત કરશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પટણીએ તેના પૈસા પાછા માંગ્યા હતા, યારે તેઓએ ધમકીઓ આપવાનું શ કયુ હતું અને તેની સાથે આક્રમક વર્તન કયુ હતું.જેથી તેમને હકીકત સમજાઈ ગયી હતી અને ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News