બોલિવિયામાં એક બસ પિક-અપ ટ્રક સાથે અથડાઈ અને ખાડામાં પડી ગઈ, જેમાં 25 લોકોના મોત અને 26 ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું.
આ ઘટના પોટોસી શહેરથી લગભગ 90 કિલોમીટર ઉત્તરમાં બની હતી, જેમાં ઓરુરો ઉત્સવમાંથી નીકળી રહેલા લોકો સામેલ હતા. તપાસકર્તાઓનું માનવું છે કે ટ્રક ડ્રાઈવરે રોંગ સાઈડમાં વાહન ચલાવતા સામેથી આવતી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો.બીજી તરફ બસનો ચાલક પણ નશામાં હોવાનું સામે આવ્યું છે.પોલીસ પ્રવક્તા લિમ્બર્થ ચોકે માહિતી આપી હતી કે તબીબી સારવાર દરમિયાન ટ્રક ડ્રાઈવર કસ્ટડીમાં લેવાયો હતો.અને ત્યાર બાદ તેની પુછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ 2 દિવસમાં પોટોસી વિભાગમાં બીજો જીવલેણ અકસ્માત છે, અને એક મહિનામાં ત્રીજો છે. શનિવારે ઉયુની શહેર નજીક, બે બસો વચ્ચે થયેલી વિનાશક ટક્કરમાં 37 લોકોના મોત થયા હતા. આ વાહનો લેટિન અમેરિકન તહેવાર ઓરુરો કાર્નિવલ તરફ જઈ રહ્યા હતા.
ફરિયાદીઓએ પુષ્ટિ આપી કે બસ ચાલક નશામાં હતો અને ઝડપથી બસ ચલાવી રહ્યો હતો જ્યારે તે સામેથી આવતા ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. મૃત્યુ પામેલાઓમાં છ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે જેમાં પાંચ પેરુવિયન અને એક ત્રણ વર્ષનો જર્મન બાળક છે.
બોલિવિયાના રસ્તા અકસ્માતો માટે જાણીતા
બોલિવિયાના રસ્તાઓ પર વારંવાર ગંભીર અકસ્માતો થાય છે. સરકારી આંકડા દર્શાવે છે કે 12 મિલિયન લોકોના આ દેશમાં દર વર્ષે આશરે 1,400 લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. નાગરિક સુરક્ષા બોલિવિયન ઓબ્ઝર્વેટરીન અહેવાલ અનુસાર પોટોસી દેશમાં થતી તમામ જીવલેણ ટ્રાફિક ઘટનાઓના 10.6 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
અગાઉ 17 ફેબ્રુઆરીના રોજ, પોટોસી નજીક 800 મીટરની ખાડીમાં વાહન ખાબકતાં 30 લોકોના મોત થયા હતા.
જાન્યુઆરીની શરૂઆતમાં પણ પોટોસી નજીક એક બસ અકસ્માતમાં વાહન રસ્તા પરથી ઉતરી જતાં 19 લોકોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech