જામનગર પંથકમાં 25 જુગારી ઝડપાયા: બે ફરાર

  • March 05, 2021 10:55 AM 

હર્ષદમીલની ચાલી, વામ્બે આવાસ, સિક્કા અને જામજોધપુરમાં દરોડા, રોકડ અને સાહિત્ય જપ્ત

જામનગરના હર્ષદમીલની ચાલી, વામ્બે આવાસ, જામજોધપુર અને સિક્કા ધૂળીયા પ્લોટ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને કુલ-25 જુગારીઓને રોકડ સાથે દબોચી લીધા હતા જ્યારે બે શખ્સ રફુચક્કર થઈ ગયા હતા.

જામનગરના હર્ષદમીલની ચાલી પાસે જાહેરમાં ઘોડી પાસાંનો જુગાર રમતા જાગૃતિ કોલોનીમાં રહેતા અકબર ઉર્ફે બોદુ કાસમ ખીરા, ઊનની કંદોરી પાસે સુમરા ચાલીમાં રહેતા બશીર ઉર્ફે બલો મહંમદહુસેન ખીરા, હસન ઉર્ફે લાલ આમદ ખફી, લાલ ખાણ રોડ, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં રહેતા રિઝવાન ઈબ્રાહીમ ખીરાને પોલીસે રોકડ રૂપિયા 14400 સાથે પકડી લીધા હતા.

જામનગરના વામ્બે આવાસ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા એરપોર્ટ રોડ સિદ્ધાર્થ નગરમાં રહેતા મનસુખ અમરા સિંગરખીયા, ન્યુ હિન્દી રામલો ની શેરી નંબર 2 માં રહેતા બચુ બાના ગડકા. તિરૂપતિ સોસાયટી ની પાછળ રહેતા બીલાલ સુલેમાન સાંઢ, કિશાન ચોક પાસે રહેતા શાહિદ ઈકબાલ ખેરેલા, ઓશવાળ સેન્ટર ની બાજુમાં રહેતા દિલીપ દેવજી ડોરું, ખેતીવાડી પાસે રહેતા રાજેશ બાબુ પરમાર, નામના શખ્સો ને જાહેરમાં જુગાર રમતા રોકડા 11100 સાથે પકડી લીધા હતા. જ્યારે ધર્મેન્દ્ર કરસન બોચિયા અને અશ્વિન ઉર્ફે ધનો પ્રેમજી ગોહિલ નામના બે ઈસમ નાસી છૂટયા હતા.

જામજોધપુરના ગાધેશ્વર મંદિર રોડ તરફ આવેલા બોખલી વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જામજોધપુરના બસ સ્ટેન્ડ પાછળ રહેતો અશ્વિન બાબુ લાલકિયા, ગજીવાડા ખાતે રહેતા જીગર ગિરધર રાઠોડ, ભૂત મેડી પાસે રહેતા ફઝલ ઈસ્માઈલ બલોચ, આમલી ફળિયામાં રહેતા મોહિત વજુ ડાભી, દોઢીયા વાળી ખાતે રહેતા પંકજ રૂપચંદ વાઘવા, પાડેશ્વર નેસમાં રહેતા રાણા હીરા કટારા, આમલી ફળિયામાં રહેતા નવાજ સુલેમાન રાવ કરડા, જેઠવા ફરીમા રેતા ઋષિરાજસિંહ અજીતસિંહ જેઠવા, અશ્વિન કાંતિલાલ ભાઅયાણી અને ભગવતી પરા મેઈન રોડ ખાતે રહેતા દિવ્યેશ વાલજી ભલસોળ રામના ઇસમોને જુગાર રમતા રોકડા 27280ની માલમતા સાથે સ્થાનિક પોલીસે પકડી લીધા હતા.

સિક્કા ધૂળીયા પ્લોટ વિસ્તાર ઇન્દિરાનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અસલમ અલી સંધિ, અસલમ નુરમામદ સુભણીયા, સુલતાન તાલબ ગંઢાર, અસગર સુલેમાન ગંઢાર, નુરમામદ રજાક સંધિ નામના છ શખ્સોને રોકડ રૂપિયા 7020 સાથે પોલીસે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS