તાવ અને વાયરલ ઇન્ફેકશનના જી.જી.હોસ્પિટલમાં ૧૨૫ અને ખાનગી હોસ્પિટલમાં ૧૧૫થી વધુ દર્દીઓ હોવાથી લોકોમાં ચિંતા: રોગચાળો હવે વિરામ લે તેવી પ્રાર્થના: ગામડાઓમાં પણ શરદી-ઉધરસના કેસો વઘ્યા
જામનગર શહેરમાં ડેન્ગ્યુનો ડંખ દિન-પ્રતિદિન ફેલાતો જાય છે, ત્યારે ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં ૧૫ અને ખાનગી હોસ્પિટલમાં ૨૦ જેટલા દર્દીઓને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું ખુલ્યું છે, ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે, વાયરલ ઇન્ફેકશનના ૧૧૫ અને ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના કેસો ૧૨૫થી વધુ હોવાનું ખુલ્યું છે, ત્યારે હવે રોગચાળો વિરામ લે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. ટુંકમાં રોગચાળો વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય. મિશ્ર ઋતુને કારણે રોગચાળો હટવાનું નામ લેતો નથી. ખાનગી હોસ્પિટલની ઓપીડી અને જી.જી.ની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ઝડપથી રોગચાળો ઓછો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, ૨૦ જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે ૧૪ થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, એવરેજ ઓપીડી ગણીએ તો સાત દિ’માં ૪૩૦થી વધુ દર્દીઓ સારવાર લેવા આવ્યા છે અને અઠવાડીયામાં ૪૦૦થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. જયારે ખાનગી હોસ્પિટલમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના ૧૧૫થી વધુ અને જી.જી.હોસ્પિટલમાં ૧૨૫ જેટલા દર્દીઓ ઓપીડીમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં ૧૩થી ૧૫દર્દીઓને દાખલ કરાયા હોવાનું બહાર આવ્યું છે.
નવું પાણી આવ્યા બાદ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે ત્યારે તાવ, શરદી, ઉધરસ, પેટમાં દુ:ખાવો, કમળો અને વાયરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ વઘ્યું છે, ખાનગી દવાખાનાની ઓપીડીમાં પણ દર્દીઓ બે-બે કલાક સુધી પોતાનો વારો આવવાની રાહ જુએ છે. સુમેર કલબ રોડ પરની હોસ્પિટલો, સમર્પણ હોસ્પિટલ, ઓશવાળ હોસ્પિટલ, ઇન્દુમધુ હોસ્પિટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ અને મહાપાલિકાએ બનાવેલી ત્રણ અદ્યતન હોસ્પિટલોમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુના આવે છે, છેલ્લા અઠવાડીયાથી વાયરલ ઇન્ફેકશનવાળા દર્દીનું પ્રમાણ ખુબ વઘ્યું છે. બે કે ત્રણ દિવસ તાવ આવે એટલે દર્દી અઠવાડીયા સુધી ઉભો થઇ શકતો નથી તે પણ હકકીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech