રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા બાકી મિલકત વેરો વસૂલવા માટે સમગ્ર શહેરમાં વોર્ડ વાઇઝ રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે યાજ્ઞિક રોડ, પંચનાથ પ્લોટ અને રણછોડ નગર સહિતના વિસ્તારોમાં કુલ ૨૪ મિલકતો સીલ કરાઈ હતી તેમજ ત્રણ બાકીદારોના નળ જોડાણ કપાત કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વોર્ડ નં.૭માં માલવીયા ચોકમાં આવેલ પ્રમુખસ્વામી આર્કેડમાં ગ્રાઉન્ડ લોર ઉપર શોપ નં.૧૨ અને સેકન્ડ લોર ઉપર શોપ નં.૧, યાજ્ઞિક રોડ ઉપર હેમ આર્કેડમાં ઓફિસ નં.૩૦૭, યાજ્ઞિક રોડ ઉપર ટોપાઝ આર્કેડમાં થર્ડ લોર ઉપર ઓફિસ નં.૨, સુભાષ રોડ ઉપર સિધ્ધિ વિનાયક કોમ્પ્લેકસમાં શોપ નં.૩૦૪ અને ૩૦૫ સહિતની મિલકતો, પંચનાથ પ્લોટ મેઇન રોડ ઉપર ૭ મિલકતો, તેમજ વોર્ડ નં.૪માં ખોડિયાર પરામાં જગજીત ચેમ્બર્સ, કુવાડવા રોડ ઉપર જય ગુદેવ કોમ્પ્લેકસમાં શોપ નં.૨ અને ૩ સહિતની કુલ ૨૪ મિલકતો સીલ કરાઇ હતી. યારે રણછોડ નગરમાં ત્રણ બાકીદારોના નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા. યારે અન્ય ૧૦ બાકીદારોને મિલકત જિની નોટિસ ફટકારવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ વોર્ડ વાઇઝ હાથ ધરાયેલી રિકવરી ડ્રાઈવમાં આજે બપોર સુધીમાં ૩૧ લાખની રિકવરી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMયુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
May 15, 2025 02:29 PMપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech