નાઇજીરિયામાં બોટ પલટી જતાં ૨૪નાં મોત, ડઝનથી વધુ લાપતા

  • September 11, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રાંતીય વડા ઝૈનબ સુલેમાનના જણાવ્યા અનુસાર બોટમાં ૧૦૦થી વધુ મુસાફરો હતા અને આશંકા છે કે મૃત્યુઆકં હજુ વધી શકે છે. સુલેમાને કહ્યું કે બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૦ લોકોને બચાવવામાં આવ્યા છે.


નાઈજીરિયામાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા, જેઓ નાઈજીરિયાના નાઈજર પ્રાંતના મોકવામાં બોટમાં મુસાફરી કરતી વખતે ડૂબી ગયા હતા. નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રાંતીય વડા ઝૈનબ સુલેમાનના જણાવ્યા અનુસાર બોટમાં ૧૦૦થી વધુ મુસાફરો હતા અને આશંકા છે કે મૃત્યુઆકં હજુ વધી શકે છે. સુલેમાને કહ્યું કે બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૦ લોકોને બચાવવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં ઉત્તરી નાઈજીરિયામાં એક મોટી દુર્ઘટના સામે આવી હતી. જેમાં લમાંથી પરત ફરી રહેલા લોકોને લઈને જઈ રહેલી બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, યારે ઘણા લોકો લાપતા થયા હતા. આ દુર્ઘટના પડોશી નાઈજરના કવારા રાયમાં નાઈજર નદીમાં થઈ હતી.


પરિવહન માટે થાય છે બોટનો ઉપયોગ

આ દરમિયાન સ્થાનિક રહેવાસી ઉસ્માન ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. આ લોકો નાઈજરના અગબોટી ગામમાં એક લ સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બોટ પલટી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application