ચોવીસ કલાકમાં મહુવામાં 24 કોરોના કેસ

  • April 15, 2021 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુધવારે 165 નવા કેસ સાથે નવો વિક્રમ

 

બુધવારે જિલ્લામા 165 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 55 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 8,212 કેસો પૈકી 1,037 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બુધવારે મહુવામાં એકસાથે ચોવીસ નવા કેસ નોંધાતા ચિંતા પ્રસરી ગઈ છે.

 


ભાવનગર જિલ્લામા બુધવારે 165 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 8,212 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 45 પુરૂષ અને 39 સ્ત્રી મળી કુલ 84 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 24, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે 5 તથા અન્ય ગામોમાં એક, બે કે ત્રણ કેસ મળી કુલ 81 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 


જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 44 અને તાલુકાઓમાં 11 કેસ મળી કુલ 55 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને  હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS