રાજકોટમાં જાહેરમાં થૂંકતા ૨૩૯૭ને દંડાયા ૪૨૮ને ઇ મેમો, દડં ભરવા કોઇ આવતું નથી

  • January 03, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાયવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી જે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં તા.૧૫ ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર સુધીના ૭૭ દિવસ દરમિયાનમાં શહેરમાં જાહેરમાં પાન–ફાકીની પિચકારી મારીને કે અન્ય પ્રકારે કચરો ફેંકીને ગંદકી ફેલાવતા ૨૩૯૭ નાગરિકોને દડં ફટકારવામાં આવ્યો હતો જે પૈકી ૪૨૮ નાગરિકો ગંદકી ફેલાવતા સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા તેમને ઇ મેમો ફટકારવામાં આવ્યા હતા. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે જેમને ઇમેમો ફટકાર્યા તેમાંથી મોટા ભાગના લગભગ ૯૦ ટકા નાગરિકોએ દડં ભર્યેા નથી.
રાજકોટ મહાપાલિકાના આઇ વે પ્રોજેકટ હેઠળ શહેરમાં વિવિધ સ્થળોએ મુકાયેલા ૧૦૦૦ સીસી ટીવી કેમેરા મારફતે સર્વેલન્સ શ કરાતા શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા ૪૨૮ વાહનચાલકો ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવતા કેમેરામાં કેદ થઇ જતા તેમના ઘરે ઇ મેમો મોકલી દડં ફટકારવામાં આવ્યો હતો. આ ૪૨૮ પૈકીના અમુક બાઇક ચાલકોએ દડં ભરપાઈ કર્યેા છે પરંતુ મોટા ભાગના નાગરિકો આજ દિવસ સુધી દડં ભરવા આવ્યા જ નથી. દરમિયાન આ મામલે મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હવે ઇ મેમો મારફતે ફટકારેલો દડં વસૂલવા માટે મેમો ધારકના ઘરે મહાપાલિકાના ઇન્સ્પેકટરોને મોકલી વસુલાત કરવામાં આવશે. આથી વહેલી તકે મેમો ધારકો દડં ચૂકવી આપે તે આવશ્યક છે, ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.


૧૩ એકમો સીલ કરાયા

રાજકોટ શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવતી ચાની હોટેલો અને પાનની દુકાનો સહિતના કુલ ૧૩ એકમો સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન સીલ કરાયા હતા. તદઉપરાંત દુકાન દારો પાસેથી ગંદકી નહીં ફેલાવવા લેખિત બાંહેધરી લેવાઇ હતી.


શહેરમાંથી વધારાનો ૨૨૯૧ ટન કચરો નીકળ્યો

રાજકોટ શહેરના વિવિધ એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટસ તેમજ ૧૦૨ જેટલા ગંદકીના ન્યુસન્સ પોઇન્ટસ ઉપરથી સ્વચ્છતા ઝુંબેશના ૭૭ દિવસ દરમિયાન વધારાનો કુલ ૨૨૯૧ ટન કચરો મળ્યો હતો.


૩૬૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

રાજકોટ શહેરની વિવિધ બજારોમાંથી સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન કુલ ૩૬૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરાયું હતું, જેમાં પાન મસાલા બાંધવાના પ્લાસ્ટિક પીસ, પ્લાસ્ટિક ઝબલા અને કેરી બેગ્સ સહિતનો જથ્થો સમાવિષ્ટ્ર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application