હેપ્પી રિકવરી ડે ! કોલેજ પાસેથી ૫૧ લાખ વસુલ્યા

  • February 14, 2020 04:49 PM 14 views

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી ટેક્સ બ્રાન્ચ હવે મિલકતવેરા વસૂલાતના વાર્ષિક રૂ.૨૫૦ કરોડની લક્ષ્યાંક પૂર્તિ માટે આક્રમક બની છે. રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે વેલેન્ટાઈન ડેની રિકવરી ડે તરીકે ઉજવણી કરવામાં આવી હોય તેમ શહેરભરમાં ટેક્સ બ્રાંચની ટુકડીઓ ત્રાટકી હતી અને મેડિકલ કોલેજ પાસેથી વર્ષોથી બાકી મિલકતવેરાની પઠાણી ઉઘરાણી કરી રૂ.૫૧,૯૯,૩૯૮ની વસૂલાત કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય ૬૨ બાકીદારોને મિલકત જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચના અધિકારીઓ વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં.૨માં આવેલી મેડિકલ કોલેજના મિલકતવેરા પેટે બાકી રૂ ૫૧,૯૯,૩૯૮ની વસુલાત કરવામાં આવી હતી. 


દરમિયાન આજની રિકવરી ડ્રાઈવ અંતર્ગત ટેક્સ બ્રાન્ચે કરેલી કામગીરીમાં (૧) વોર્ડ નં.૩માં સરકારી યુનિટના બાકી માંગણા સામે ૨,૬૮,૩૩૩ની રિકવરી, રિદ્ધિ ડેવલપર્સના કુલ આઠ યુનિટ સામે રૂ.૧,૮૦,૩૯૫ની રિકવરી (૨) વોર્ડ નં.૫માં અલ્પાબેન રોકડના યુનિટના બાકી માંગણા સામે ૧૮,૦૬૦ ની રિકવરી (૩) વોર્ડ નં.૬માં ગંગાદાસભાઇ ડોડીયાના યુનિટ ના બાકી માંગણા સામે ૬૫,૦૦૦ ની રિકવરી (૪) વોર્ડ નં.૭માં રજપૂત પરા વિસ્તારમાં આવેલી ખોડીયાર ચેમ્બરમાં બાકી માંગણા બદલ ચાર યુનિટને જપ્તિ નોટીસ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બાકી માંગણા સામે કુલ આઠ યુનિટોને મિલકત જપ્તી નોટિસ (૫) વોર્ડ નં.૧૧માં દિપ્તીબેન ભાલાળાના યુનિટના બાકી મંગણા સામે ૧,૭૧,૦૧૧ની રિકવરી (૬) વોર્ડ નં.૧૨ માં પ્રકાશભાઈ પીપળીયા ના યુનિટ સામે બાકી માંગણાની રિકવરી ૨,૪૪,૦૦૦ (૭) વોર્ડ નં.૧૩માં પુનિત નગર મેઇન રોડ પર બાકી માંગણા સામે ત્રણ લાખની રિકવરી,(૮) વોર્ડ નં.૧૪માં આસુતોષ હોસ્પિટલના યુનિટના બાકી માંગણા સામે રૂ.૧,૨૭,૨૦૦ની રિકવરી તેમજ (૯)વોર્ડ નં.૧૬ માં પટેલ નગર વિસ્તારમાં બાકી માંગણા સામે ૧,૮૦,૦૦૦ની રિકવરી કરવામાં આવી હતી.