ભાણવડનો વિકાસ રોડ દોઢ વર્ષમાં હતો, ન હતો થયો

  • February 14, 2020 12:47 PM 25 views

ભાણવડમાં આજથી દોઢ વર્ષ પુર્વે નગરપાલિકાની દેખરેખ હેઠળ વિકાસ રોડને ડામરથી મઢવામાં આવેલ પરંતુ જેમ અગાઉના રોડમાં બનતુ આવેલ છે તેમ અ રોડમાં પણ લોટ પાણીને લાકડા જેવું કામ એજન્સી દ્રારા કરવામાં આવેલ હોઈ ગેરેન્ટી પીરીયડમાં જ ધુળધાણી થઈ જતાં આ રોડ પરના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આજે ચીફ ઓફિસરને રજુઆત કરીને તાત્કાલિક ઘટતું કરવા માંગ કરેલ છે અને રજુઆતની નકલ ઉચ્ચ સ્તરે રવાના કરવામાં આવેલ છે.
વિકાસ રોડને સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાકટ આપ્યા બાદ રોડ બનાવવામાં ખાસ્સો સમય બરબાદ થયા બાદ પાલિકા સતાધિશો અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી આશ્ચર્યજનક રીતે ડામર રોડ બનાવવાનું નકકી કરી કામ શ કરવામાં આવેલ પરંતુ એકદમ મંથર ગતિએ અને વારંવાર પેટા કોન્ટ્રાકરો બદલતા રહેતા કેમેય કરીને કામ પુર્ણ થઈ રહયું ન હતુ આખરે આ રોડ પરના વેપારીઓએ કંટાળીને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા રોડનું કામ પુર્ણ થયુ હતુ.આમ રોડ મંજુર થયો ત્યારથી લ ઈને પર્ણ થયો ત્યાં સુધીનો જેટલો સમય લાગ્યો એટલો સમય તો અ રોડ ટક્યો પણ નહી..! અને દોઢ વર્ષમાં તો રોડના ચીથરે હાલ થઈ ગયા છે.
આજે વેપારીઓએ કરેલી રજૂઆતમાં આ રોડ સતત વાહનોની અવરજવર અને ટ્રાફિકથી ધમ ધમતો હોઈ ધુળની ડમરીઓ ઉડે છે અને દુકાનદારો માટે પોતાના ધંધા રોજગાર પર બેસવું મુશ્કેલ થઈ પડયું છે. ધૂળની ડમરીઓને કારણે શ્વાસની બિમારીઓ તેમજ પથ રીની બિમારીઓ લાગ્ પડી રહી છે અને આ વિસ્તાર ના વેપારીઓના સ્વાસ્થ્ય જોખમાઈ રહયા હોઈ તાત્કાલીક ઘટતુ કરવા માંગ કરેલ છે.રોડના કામમાં વેઠ ઉતારનાર કોન્ટ્રાકટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા અને આ રોડને નવેસરથી સીસી રોડ બનાવવામાં આવે એ મુજબની માંગ કરેલ છે.
વેપારી એસો. દ્રારા આ રજુઆતત્તી નકલ ઉચ્ચ સ્તરે પણ રવાના કરવામાં આવેલ છે અને આ પ્રશ્ને તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહી આવે તો ફરીથી ગાંધી ચીંથ્ા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application