ખોડીયાર કોલોનીમાં દાની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

  • February 14, 2020 12:46 PM 9 views

જામનગરની ખોડીયાર કોલોની વિસ્તારમાં નિલકમલ રોડ પરથી ઇંગ્લીશ દાની હેરાફેરી કરતા બે શખ્સને બાઇક અને દાની આઠ બોટલ સાથે પકડી લીધા હતા.
જામનગરના ધરારનગરમાં આવેલ માતીનગર ચોક ખાતે રહેતા રફીક દાઉદ રાઠોડ (ઉ.વ.29) અને ધરારનગર હુસેનીચોકમાં રહેતા બોદુ જોખીયા આ બંને શખ્સો બાઇક નં. જીજે10સીએચ-6555માં વેચાણઅર્થે ઇંગ્લીશ દાની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે એલસીબીએ વોંચ ગોઠવી હતી.
દરમ્‌યાનમાં નીલકમલ સોસાયટી રોડ પરથી ગઇકાલે રફીક અને બોદુને બાઇકમાં દાની આઠ બોટલ લઇને નીકળતા દબોચી લીધા હતા. આ કાર્યવાહી એલસીબી દ્વારા કરવામાં આવી હતી બંને શખ્સોની વિરુઘ્ધ સીટી-સી માં પ્રોહી. મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.