હાલારમાં ઠંડી ગોન, એસી-પંખા ઓન...

  • February 14, 2020 12:45 PM 43 views

આ વખતે શિયાળામાં કાતિલ ઠંડી પડયા બાદ ગઇકાલ બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યો છે અને લઘુતમ તાપમાન ચાર ડીગ્રી ઘટીને 16 ડીગ્રીએ પહોંચી ગયું છે, એટલું જ નહીં શિયાળામાં પ્રથમ વખત મહત્તમ તાપમાન 32 ડીગ્રીએ પહોંચી ગયું છે, જો કે હવામાન ખાતાએ આ મહીના સુધી ઠંડી પડશે તેવી આગાહી કરી છે, પરંતુ ગઇકાલ બપોર બાદ ગરમી શ થઇ ચૂકી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન 32 ડીગ્રી, લઘુતમ તાપમાન 16 ડીગ્રી, ભેજનું પ્રમાણ 87 ટકા, પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિ કલાકઙ્ગી રહેવા ઙ્કામી હતી.
હાલારના ગામડાઓ, તાલુકા મથકોમાં પણ હવે ધીરે-ધીરે ગરમીની શઆત થઇ ચૂકી છે, છેલ્લા કેટલાય સમયથી ઠંડીએ કાળો કેર વતર્વ્યિો હતો, પરંતુ હવે ધીરે-ધીરે ઠંડી ઓછી થશે તેમ મનાય છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ ધીરે-ધીરે વાતાવરણમાં બદલાવ આવ્‌યો છે, આગામી દિવસોમાં ગરમી પડશે એટલે રોગચાળો વધશે અને શરદી, ઉધરસના કેસો પણ વધશે. 
ઉનાળાની શઆત થતાં જ લોકોએ ત્રણ દિવસથી એસી અને પંખા ઓન કયર્િ છે, આ વખતે ઠંડીથી લોકો વાજ આવી ગયા હતાં, એક તરફ ઠંડી એક મહીનો મોડી શ થઇ હતી અને હવે હવામાન ખાતું કહે છે કે, ફેબ્રુઆરીના એન્ડ સુધી ઠંડી યથાવત રહેશે પરંતુ બે દિવસથી જે રીતે તાપમાનમાં બદલાવ આવ્યો છે તે જોતાં ગરમીની શઆત થઇ ચૂકી છે અને ખાસ કરીને મહત્તમ તાપમાન પણ બે ડીગ્રી વધી 32 ડીગ્રીએ પહોંચી ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application