BREAKING NEWS

જૂનાગઢ જિલ્લામાં થીમ બેઇઝ ૨૩ આદર્શ મતદાન મથકો બનાવાયા

  • April 25, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નવ તાલુકાઓમાં સૌપ્રથમવાર  ૯ ગ્રીન ,૫ પિંક,૩ પ્લાસ્ટિક ફ્રી, ૪ યુવા અને  આદર્શ ઓલ્ડ એઈઝ તથા દિવ્યાંગ  સહિત  ૨૩ થીમ બેઇઝ મતદાન મથકો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. મતદાન મથકોએ શાળાના બિલ્ડિંગમાં વેઇટિંગ મ પણ રહેશે.નવ તાલુકામાં કુલ ૧૦૧૧ મતદાન મથકો છે.
ચૂંટણી અધિકારી અનિલ રાણા વસીયાના માર્ગદર્શન હેઠળ  જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ત્રણ, કેશોદમાં બે,વંથલી, મેંદરડા, માણાવદર, માંગરોળમાં એક–એક સહિત ૯ ગ્રીન બુથ, જૂનાગઢ ગ્રામ્યના બીલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા, અને માંગરોળમાંએક–એક સહિત પાંચ પિંક બુથ, માણાવદર અને કેશોદ નગરપાલિકામાં એક પ્લાસ્ટિક ફ્રી બુથ, માણાવદર  આદર્શ ઓલ્ડ એઈઝ તથા માંગરોળમાં ઓલ્ડ એઈઝ તથા દિવ્યાંગ બુથ, વિસાવદર, ભેસાણ, કેશોદ નગરપાલિકા અને માળીયાહાટીના ચાર સ્થળોએ યુવા બુથ તૈયાર કરવામાં આવશે. ગ્રીન બુથ પર પર્યાવરણ જાગૃતિનો સંદેશ આસોપાલવના તોરણ બાંધવામાં આવશે અને મતદારોને રોપા આપવામાં આવશે.
પિંકબુથનુ મહિલાઓ દ્રારા, યુવાઓમાં પ્રથમ વખત મતદારો હોય તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ અલગ બુથ પર મતદારોને લાઈનોમાં ઉભવું ન પડે તે માટે વેઇટિંગ મ પણ તૈયાર કરવામાં આવ્યા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application