સાવરકુંડલા,લાઠી, રાજુલામાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહીત 23 વ્યક્તિ ઝડપાયા

  • June 05, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભીમ અગિયાર પૂર્વે જુગારની ખીલતી મૌસમમાં પોલીસ પાનખર થઈને ત્રાટકતા સાવરકુંડલામાં આબરડી, લાઠીના ટોડા, રાજુલા સીટીમાં જુગાર રમતા પાંચ મહિલા સહીત 23 વ્યક્તિને પકડી પાડી 35,140ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

સાવરકુંડલા આંબરડી ગામે જાહેરમાં કેટલાક શખસો જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની ચોક્કસ બાતમી સાવરકુંડલા રૂરલ પોલીસને મળતા બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ગોરધન બચુભાઇ શેલડીયા, પંકજ ધનસુખભાઇ જોષી, અફજલ રહીમભાઇ શેખડા, રાકેશ શંભુભાઇ ચુડાસમા, ભાવેશ બાબુભાઇ સોલંકી, આદીલ રહીમભાઇ શેખડા, અસ્લમ હારૂનભાઇ શેખડા, જયસુખ કાનજીભાઇ ધોળકીયા (તમામ રહે.આંબરડી)ને ઝડપી પાડી રોકડ 12,330 કબ્જે કર્યા હતા.


બીજા દરોડામાં લાઠીના ટોડા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી પાડી રોકડ 7900 કબજે કરી કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ લાઠીના ટોડા ગામે કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની જાણ કોઈએ લાઠી પોલીસને કરતા પોલીસ સ્ટાફે દરોડો પાડી મિલન ધીરૂભાઇ વાધેલા, અજય રમેશભાઇ વાધેલા, રોશન રૂપાભાઇ વાધેલા, અજય અમરૂભાઇ વાધેલા, ધુડા નનુભાઇ વાધેલા, કનુ પોપટભાઇ વાધેલા(રહે.તમામ ટોડા)ને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.


ત્રીજા દરોડામાં રાજુલાના મફતપરા વિસ્તારમા કમુબેન ધીરૂભાઇ બારૈયાના રહેણાંક મકાન પાસે આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા રેશમા યુસુફભાઇ પઠાણ, સહેનાઝબેન મહેબુબભાઇ સોરા, ભાવનાબેન રમેશભાઇ પરમાર, રહીશા અસલમ ગોરી, વસનબેન મહેશભાઇ દેવેરા, પરેશ વલ્લભભાઇ મકવાણને ઝડપી પાડી રોકડ 4700 કબ્જે કર્યા હતા.


રાજુલા પોલીસના વધુ એક દરોડામા કોટડીયાનદીના પટમાં જાહેરમાંતીનપતી રમી પૈસાની હારજીત કરતા કનુ ડાયાભાઇ બાંભણીયા, અશોક પોપટભાઇ ગોહિલ, રમેશ રણછોડભાઇ બાભણીયા (ત્રણેય રહે.કોટડી, તા.રાજુલા)ને ઝડપી પાડી રોકડ ૧૦,૨૧૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application