180ને કેન્સર અને કિડનીના પ્રોબ્લેમ: બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન બહાર આવેલી ચિંતાજનક માહિતી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બાળ આરોગ્યના મામલે ચિંતાજનક સ્થિતિ હોવાની માહિતી તાજેતરમાં સરકાર દ્વારા યોજવામાં આવેલા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન ખુલવા પામી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 1015 બાળકોને હૃદય રોગની બીમારી છે. 272 બાળકોને કિડનીની અને 262 બાળકોને કેન્સરની બીમારી હોવાનું ખુલવા પામ્યું છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો 221 બાળકોને હૃદય રોગની તકલીફ છે. 90 બાળકોને કેન્સરની અને 90 બાળકોને કિડનીના રોગ હોવાનું ખુલવા પામ્યું છે.
સૌરાષ્ટ્રની જિલ્લા વાઈઝ પરિસ્થિતિની ચચર્િ કરીએ તો રાજકોટ જિલ્લામાં હૃદય રોગના 32,કેન્સરના દસ અને કિડની ના છ બાળ દર્દીઓ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 38 બાળકોને હૃદય રોગ, સાતને કિડની અને સાતને કેન્સર હોવાનું ખુલવા પામ્યું છે ભાવનગર જિલ્લામાં 15 બાળકોને હૃદય રોગની બીમારી છે. 16 બાળકોને કિડનીની તકલીફ છે અને 13 બાળકોને કેન્સર છે.
હૃદય રોગ, કિડની અને કેન્સરની બીમારી દરેક જિલ્લાના ક્રમાનુસાર જોઈએ તો બોટાદમાં 13,5 અને 9 જૂનાગઢ જિલ્લામાં 24,7 અને 8 અમરેલી જિલ્લામાં 29,5 અને 12 ગીર સોમનાથ જિલ્લામાં 33,3 અને 11 રાજકોટ જિલ્લામાં 32,6 અને 10 જામનગર જિલ્લામાં 23,5 અને 8 પોરબંદર જિલ્લામાં 15,ચાર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં હૃદય રોગના કેટલા બાળ દર્દીઓ છે તેની વિગતો બહાર આવી નથી પરંતુ આ બંને જિલ્લામાં કીડનીના 32 અને કેન્સરના આઠ બાળ દર્દીઓ છે. સમગ્ર રાજ્યમાં શાળામાં અભ્યાસ કરતા એક કરોડ 99 લાખ 55,365 બાળકોના આરોગ્યની તપાસણી કરવાની થાય છે. તે પૈકી એક કરોડ 91 લાખ 38 હજાર 365 બાળકોની આરોગ્ય લગતી તપાસણી પૂરી થઈ ગઈ છે. સરકાર હવે આ તમામ બાળકોને આગળની સારવાર પૂરી પાડશે અને તેમનો ડિજિટલ રેકોર્ડ પણ બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech