વીરપુર (જલારામ)માં બાપાની ૨૨૧મી જન્મજયંતી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાશે

  • November 20, 2020 12:24 PM 332 views

 આવતીકાલે શનિવારના રોજ સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિતે છેલ્લા બાર વર્ષથી સુરતથી વીરપુર પગપાળા આવતો સંઘ આજે સોળમાં દિવસે વિરપુર આવી પહોંચ્યો હતો. અને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.   જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર  પૂજય જલારામ બાપાની શનિવારના રોજ ૨૨૧મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા ૧૨ વર્ષથી સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો સંઘ આજે આવી પહોંચ્યો હતો. આ સંઘના પરેશબાહી પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે તેઓ ૧૦૦ મહિલા પુરુષોનો સંઘ લઈને દિવાળી પહેલા સાત તારીખે નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરતા નીકળ્યા છીએ. બાપામાં અતૂટ શ્રદ્ધા પણ કોરોનાથી પણ સાવચેતી રાખીને દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે સોળ દિવસે વીરપુર આવી પહોંચી ગયા. અને ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા તેમજ પૂજ્ય સંત શ્રી જલારામબાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વ માંથી કોરોના મહામારી નષ્ટ થાય અને સૌ કોઈના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application