રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચએ બાકી વેરો વસૂલવા લાલ આંખ કરી છે, વાર્ષિક રૂ.410 કરોડના ટાર્ગેટ સામે આજ સુધીમાં રૂ.358 કરોડની વસુલાત થઇ છે, દરમિયાન હવે આગામી 47 દિવસમાં 52 કરોડ વસુલાય તો જ ટાર્ગેટ પૂર્ણ થાય તેમ હોય આજે શહેરની વિવિધ બજારોમાં 22 મિલકતો સીલ કરાઇ હતી અને આજે બપોરે સુધીમાં રૂા.61.26 લાખની રિકવરી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.1માં ગાંધીગ્રામ અક્ષરનગરમાં આવેલ ક્રિષ્ના વિધ્યાલયના એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.24 લાખ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ એક યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.52064, વોર્ડ નં.2માં જામનગર રોડ પર આવેલ સરદાર કોમ્પ્લેક્ષના ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ નં.101ને સીલ, રૈયા રોડ ઉપર આવેલ ધ સિટી સેન્ટરમાં સિક્સ ફ્લોર શોપ નં.647ને સીલ, જામનગર રોડ પર આવેલ ભગવતી શોપીગ સેન્ટર એન્ડ શ્રી શિવ શક્તિને સીલ, પુનિતનગરમાં એક યુનિટને સીલ, સુભાષ નગરમા એક યુનિટને સીલ, વોર્ડ નં.4માં મોરબી રોડ પર આવેલ એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.2.38 લાખ, વોર્ડ નં.5માં બ્રાહ્મણીયાપરામાં આવેલ એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.52200નો ચેક, સંત કબીર રોડ પર આવેલ યુએસ બિઝનેસ હાઉસને સીલ, પેડક રોડ ઉપર જી.બી.ડાયમંડ સ્ક્વેરસેક્ધડ ફ્લોર શોપ નં.208ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.52,500નો ચેક આપેલ, રણછોડનગરમાં એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.77900, સંત કબીર રોડ ઉપર આવેલ એક યુનિટને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.75000નો ચેક, કુવાડવા રોડ પર આવેલ એક યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.51174, આર્ય નગરમાં રતનદીપ સોસાયટીમાં એક નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.48,000નો ચેક આપેલ, પેડક રોડ ઉપર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.26,000નો ચેક આપેલ, વોર્ડ નં-7માં બંગડી બજારમાં આવેલ વૈભવ કોમ્પ્લેક્ષ ઓફીસ નં-114 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.13 લાખ, કોટક શેરી મેઇન રોડ પર આવેલ શેરી નં-7 માં 1-યુનિટને સીલ, કોટક શેરી મેઇન રોડ પર આવેલ શેરી નં-2/3 માં 1-યુનિટને સીલ, સોની બજારમાં આવેલ યોગી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-6ને સીલ,સોની બજારમાં મેઇન રોડ આવેલ શ્રી રામેશ્વર કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-103ને સીલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શોપ નં-2 ને સીલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શોપ નં-1ને સીલ, ક્ડીયા નવ લાઇનમાં 4-યુનિટને સીલ, કડીયા નવ લાઇનમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.1.25 લાખ.કડીયા નવ લાઇનમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.1.08 લાખ, સુભાષનગરમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.63,145નો ચેક આપેલ, એમ.જી.રોડ પર આવેલ કેયૂર કોમ્પ્લેક્ષ સેક્ધડ ફ્લોર-201 ને સીલ, કિસાનપરામાં શેરી નં-4માં એક યુનિટ ને સીલ, વોર્ડ નં-10માં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.10 લાખ, વોર્ડ નં-14માં મિલપરામાં એક યુનિટને સીલ, લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.72,300નો ચેક આપેલ, લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.3.02 લાખનો ચેક આપેલ, વોર્ડ નં-15માં રામનાથ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટને સીલ, કે.પી.ઓદ્યોગીક વિસ્તારમાં 1 યુનિટને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.69,000નો ચેક આપેલ, નવા થોરાળા વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં 1-યુનિટને સીલ મારેલ, વોર્ડ નં-18માં ઢેબર રોડ પર આવેલ આરતી સોસાયટીમાં 2 યુનિટ સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.1.03 લાખની રિકવરી થઇ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે આજે બપોર સુધીમાં 22 મિલક્તોને સીલ મારેલ તથા 16 મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 3 યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તેમજ એક નળ કનેક્શન કપાત કરતાં રીકવરી થઇ હતી.આજની રીકવરી રૂા.61.26 લાખ થઇ હતી. જ્યારે આજ સુધીની કુલ રિકવરી રૂ.357.93 કરોડ થઇ હતી. ઉપરોક્ત કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech