છેતરપિંડીના આ બનાવ અંગે રાજકોટમાં ગાયકવાડી, જંકશન પ્લોટ, વિજય સ્ટેશનરીની સામે, સીંધી કોલોની મેઈન રોડ પર રહેતાં વારીસઅલી અયુબભાઈ સંધી (ઉ.વ.૨૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહમદ આવેઝ (રહે. કાશીપુર, ઉત્તરાખંડ) અને અફલાક અહેમદ (રહે. જનકપુરી, દિલ્લી) ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પાંચ વર્ષથી એટલાસ ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન નામની પેઢી ધરાવી ભારતના નાગરિકોને વિદેશ જવા માટે વર્કપરમીટ વિઝા અપાવવાનું કામકાજ કરે છે. ૮ થી ૧૦ મહીના પહેલા આરોપી મહમદ આવેઝનો ફોન આવેલ કે, મે ઓનલાઈન તમારું વિઝાનુ અને ઈમિગ્રેશનનુ કામકાજ જોયું છે, મારી પાસે યુરોપની ઘણી બધી કન્ટ્રીનું વર્ક પરમીટનુ કામ છે. જેથી રૂબરૂ રાજકોટ મળવા માટે કહેલ જેથી સાત આઠ દીવસ બાદ આરોપી રાજકોટ આવેલ અને મળીને કહેલ કે, હુ દિલ્લીના અફલાક અહેમદની સાથે વર્કપરમીટ વિઝા અપાવવાનુ કામ કરું છુ, તેની કંપનીનું નામ એ.ટી.એ. વીઝા હબ છે, જે જનકપૂરી દીલ્હી ખાતે આવેલ છે, જે બાદ અફલાક અહેમદ સાથે ફોનમાં વાત કરાવેલ ત્યારે અફલાક અહેમદે કહેલ કે, મહમદ આવેઝ મારો પાર્ટનર છે, અમે બન્ને યુરોપનુ વર્ક પરમીટ વીઝાનુ કામ કરી આપશું અને કામ થઈ ગયા બાદ જ તમારે રૂપીયા આપવાના રહેશે. તેમજ મહમદ આવેઝે જણાવેલ કે, તમે રૂબરૂ કાશીપુર (ઉતરાખંડ) ખાતે આવો ત્યા મારી ઓફીસ છે.
ફરીયાદી આઠેક મહીના પહેલા કાશીપુર (ઉતરાખંડ) ખાતે ગયેલ અને ત્યાં બાબા રીસોર્ટની સામે આવેલ ઓફીસે મહમદ આવેઝને મળેલ અને તેણે અન્ય લોકોના વીઝા ટીકીટ, કોન્ટ્રકટ વીગેરે બતાવેલ અને કહેલ કે, આ માણસોને મે વીઝા અપાવેલ છે તેમ કહેતાં ફરિયાદીએ પણ તેની સાથે કામ કરવાનુ નક્કી કરેલ હતું. તેઓની પાસે પણ વિઝા અને ઈમીગ્રેશનનું કામ હોય તેમા સારા કમીશનની અપેક્ષાએ પોતાના તેમજ પરીવારજનોના અને કેન્ડીડેટ્સના ડોક્યુમેન્ટ મહમદ આવેઝને મોકલતાં તેને જણાવેલ કે, થોડાક દીવસમા તમારા બધાની વર્ક પરમીટનું કામ થઈ જશે.
બાદમા મહમદ આવેઝે તમામના વીઝા મોકલેલ અને રૂપીયા ચુકાવવાનુ કહેલ જેથી ફરિયાદીએ પોતાના રૂ.૩ લાખ, ૨૧ કેન્ડીડેટ્સના મળી કુલ રૂ.૩૦,૪૦ લાખની આસપાસ મહમદ આવેઝને ચુકવેલ છે, જેમાથી રૂ.૨૨ લાખ આસપાસ રકમ ઓનલાઈન તેના એકાઉન્ટમાં કટકે કટકે નાખેલ અને બાકીના રૂ. ૯ લાખ રોકડા ચુકવેલ હતા.
મહમદ આવેઝે જણાવેલ કે, પંદર દિવસમાં તમને આ તમામ વ્યકિતઓના પાસપોર્ટ તથા વર્કપરમીટ વિઝા, ફલાઈટની ટીકીટ મળી જશે, બાદ આ બન્ને શખ્સોએ ફોન કરીને જણાવેલ કે, તમને ઓનલાઈન ફલાઈટ ટીકીટ, વર્કપરમીટ વિઝા મોકલું છું. તમારા બધાની તા.૦૫ -૧૨-૨૦૨૪ ની મુંબઈ એરપોર્ટથી યુરોપની ફ્લાઈટ ટીકીટ છે, જેથી તમો બધા તા.૦૪-૧૨-૨૦૨૪ ના મુંબઈ ૫હોંચી જજો, જેથી તેઓએ મોબાઈલ ચેક કરતાં તેમાં મહમદ આવેઝએ બધાની ફલાઈટ ટીકીટ તથા વર્કપરમીટ વિઝા મોકલેલ હતા.
બાદમાં યુવાને મુંબઈ એરપોર્ટના હેલ્પ લાઈન નંબર પર ફોન કરી કન્ફર્મ કરેલ કે અમારા નામની ટીકીટ બૂક છે કે કેમ ? તે સમયે અમારી ટીકીટ અમારા નામથી બૂક થયેલ હતી. બાદ તેઓ પાંચ વ્યકતી તા. ૦૪-૧૨-૨૦૨૪ ના મુંબઈ પહોંચી ગયેલ અને તા. ૦૫-૧૨-૨૦૨૪ ના મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચતા તેમની સાથે આવેલ કેન્ડીડેટ્સને માલુમ પડેલ કે, મહમદ આવેઝએ મોકલેલ તમામ ફલાઈટ ટીકીટ કેન્સલ કરેલ છે. જેથી યુવાને અને કેન્ડીડેટ્સએ મહમદ આવેઝને ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં ઉત્તરાખંડ જઇ તપાસ કરતા તેમની સાથે આ શખસોએ છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા આ અંગે ફરિયાદ નોંધાવી છે.
આટલા વ્યક્તિઓએ પૈસા ગુમાવ્યા
નીતિનભાઈ પટેલ રૂ.૧ લાખ, ગઢવી ગોવીંદકુમાર રૂ.૧ લાખ, કોટિયા ધર્મેશ અરવિંદભાઈ રૂ.૧.૧૦ લાખ, હિરેન મહેરિયા રૂ.૩.૭૫ લાખ, અંજુમબેન અસ્લમભાઇ સંધી રૂ. ૭૫ હજાર, સૈયદ મહંમદઅનસ હાસમભાઈ રૂ.૪ લાખ, ઈશ્વરભાઈ લોઢારી રૂ. ૧.૩૦ લાખ, સોચેબ સૈયદ રૂ.૧ લાખ, ગુલામ સંજરખાન રૂ.૧.૧૦ લાખ, રીનોય વીન્દ્ર રૂ.૧.૨૦ લાખ, અમન રૂ.૫૦ હજાર, અંકીત કુમાર રૂ.૧.૩૦ લાખ, હીના સીંગરખીયા રૂ.૧.૩૦ લાખ, સલમાન વ્હોરા રૂ.૩૦ હજાર, ગૌરાંગ પટેલ રૂ.૧ લાખ, અમનદીપસીંગ રૂ.૧.૨૦ લાખ, નૂર દસ્તગીર સૈયદ રૂ.૧ લાખ, એયાઝ સેયદ રૂ.૧ લાખ, તારીફ હુરીન સયદ રૂ.૧ લાખ, નુર આલ્બમ રૂ.૧.૧૦ લાખ અને સોહીલખાન યુસુફખાન પઠાણ રૂ.૧.૧૫ લાખ ગુમાવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech