જામનગરમાં 6 મહિલા સહિત 22 જુગારી ઝડપાયાં

  • March 26, 2021 09:51 PM 

યાદવનગર, નાગેશ્વર કોલોની અને ગોકુલનગરમાં પોલીસના દરોડા: 37 હજારની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે

જામનગરના નાગેશ્વર કોલોની, યાદવ નગર અને ગોકુલનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને છ મહિલા સહિત કુલ ૨૨ જુગારીઓને ૩૮ હજારની માલમતા સાથે દબોચી લીધા હતા.

જામનગરના યાદવ નગર, મહાદેવ નગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતને આધારે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ગાયત્રી નગર શેરી નંબર 2 માં રહેતી ભાવનાબેન નારણ બોદર, યાદવ નગર ગૌશાળા સામે રહેતી માલીબેન લાખા નંદાણીયા, કોમલ નગર ઢાળીયા પાસે રહેતી કમુબેન રેશમાભાઈ ગોરણીયા, વુલન મીલ પાસે રેલવે કોલોનીમાં રહેતી ધાનીબેન બાબુ ચેતરીયા, નવાગામ ઘેડ શેરી નંબર 2 માં રેહતી રંભીબેન સામત નંદાણીયા, રામેશ્વર નગરમા રેહતી માલાબેન કેશુ મંગલાણી, ખીમરાણા ગામના મહેન્દ્રસિંહ ભોજુભા જાડેજા અને રામેશ્વર નગરમાં રહેતા ઉદુંભા નવલસંગ જાડેજા,ને જુગાર રમતા રોકડ રૂપિયા 12900 સાથે અટકાયત કરવામાં આવી હતી.

બીજા દરોડામાં જામનગરની નાગેશ્વર કોલોની મઢુલી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હાલાર હાઉસ પાસે ધારા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતો અરવિંદ ઉર્ફે ટીડો હસમુખ સોલંકી, લાલવાડી આવાસ બ્લોક નંબર 112 માં રહેતો વિવેક અશોક મકવાણા, બેડી ગેટ નવિવાસ ખાતે રહેતો યુસુફ ઉર્ફે લીલો કલર ઓસમાણ સેખ, ધરાનગર 2 માં રહેતા ભીખુ અનવર મલેક નામના ચાર શખ્સોને દરોડા દરમિયાન રોકડા 12700 સાથે દબોચી લીધા હતા.

જામનગરના ગોકુલ નગર, પણખાણ શેરી નંબર ત્રણમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાણાખાણ શેરી નંબર 5 માં રહેતા પ્રવિણસિંહ ઉર્ફે ભીખો ઉમસંગજી ઝાલા, માધવબાગ, દ્વારકેશ 3 ખાતે રહેતા કૌશિક અરજણ કરંગીયા, પાણાખાણ શેરી નંબર 2 માં રહેતો વશરામ વાલા અસવાર, પાણાખાણ માં રહેતો પ્રમોદ છોટે લાલ યાદવ, ગોકુલ નગર પ્રજાપતિ સોસાયટીમાં રહેતો નિલેશ નારણ કરમુર, હનુમાન નગરમાં રહેતા મેહુલ મુરજી અસવાર, ગોકુલ નગર શેરી નંબર 12 માં રહેતો વિજય વસંત પરી ગોસ્વામી, પાણખાણ શેરી નંબર 4 માં રહેતો રાયદે સામત ભાટુ, સાયોના શેરીમાં રહેતો શોભરાજ રામકરણસિંગ તોમર, પાણખાણ શેરી નંબર ત્રણમાં રહેતો આકાશ રઘુવીર રાઠોર રામના જુગારીઓને રોકડ રૂપિયા 11,660 તથા ગંજી પત્તા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS