કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ૨૧ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી

  • January 29, 2025 06:41 PM 

જામનગર ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ માટે ૨૧ મી  વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની મિટિંગનું  આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં માન.કુલપતિ ડો. વી. પી. ચોવટિયા સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. કે. પી. બારૈયા દ્વારા જામનગર અને દેવભૂમિ-દ્વારકા જીલ્લામાં વર્ષ – ૨૦૨૪  દરમિયાન કરવામાં આવેલ કામગીરી તથા વર્ષ-૨૦૨૫ દરમ્યાન કરવાની થતી કૃષિ લક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવેલ, જેમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીખર્ચમાં ઘટાડો વગેરે જેવાં મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવેલ, આ મીટીંગમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. એન. બી. જાદવ સાહેબ અને કુલ સચિવ ડો. વાય.એચ.ધેલાણી સાહેબ ઉપસ્થિત રહેલ અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ કૃષિ કૃષિ યુનિવર્સિટીના અન્ય વૈજ્ઞાનિક ડો. કે.ડી. મુંગરા, ડો. એચ.આર.વદર, ડો. પી.ડી.વેકરીયા અને  ડો. કે.એન.વડારીયા પણ હાજર રહેલ અને માર્ગદર્શન પૂરુ  પાડવામાં આવેલ  આ મીટીંગના સભ્ય તરીકે લાઈન ડીપાર્ટમેન્ટના જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા જુદા અધિકારીઓ  બી.એમ.આગટ,  કે.એસ.ઠક્કર,  જી.જે.કાતરીયા, સી.ઓ.લશ્કરી તેમજ અન્ય લાઈન ડીપાર્ટમેન્ટના સભ્યો તેમજ જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

​​​​​​​

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં જોવા મળતા કૃષિ લક્ષી પ્રશ્નો વિષે વિસ્તૃત ચર્ચા કરી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મિટીંગના અધ્યક્ષ ડો. વિ. પી. ચોવટિયા સાહેબે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતો કૃષિ પાકોની નવી નવી જાતો અને તેની ખાસિયતોથી વાકેફ થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીઓ  ખેડૂતો સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવા માટે વૈજ્ઞાનિકોને ભલામણ કરેલ અને આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાનો હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવાની ભલામણ કરેલ હતી.  તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડૂતો માટે જે ઉમદા કામગીરી કરી રહ્યું છે જે બદલ કેવિકે, જામનગરના સ્ટાફને બિરદાવેલ. મિટીંગના અંતે કૃષિ વૈજ્ઞાનિક અંજનાબેન બારૈયાએ ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરી મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application