ગ્રીન લીફ રેસ્ટોરન્ટમાં કોરોના સામે શ્રેષ્ઠ સાવધાની: માટીના વાસણો બને છે રસોઈ અને કેળના પાનમાં પીરસાય ભોજન

  • August 08, 2020 04:55 PM 1264 views

અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને લોકો ઘણી સાવધાની રાખી રહ્યા છે ત્યારે સ્વાદના શોખીન રાજકોટવાસીઓ માટે કોરોનામાં શ્રેષ્ઠ સાવધાની સાથેના ગ્રીન લીફ રેસ્ટોરંટમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં ભોજન માટે આવતા ગ્રાહકોને માટીના વાસણો અને કેળના પાનમાં પીરસવામાં આવે છે. રેસ્ટોરન્ટનું ઈન્ટિરિયર પણ વાસમાંથી બનાવવામાં આવ્યું છે. સ્વાદ, સ્વસ્થતા અને સુવિધાના ત્રિવેણી સંગમ સમાન ગ્રીન લીફ રેસ્ટોરટં (નવા ૧૫૦ ફટ રિંગરોડ પર અટલ સરોવર નજીક) અન્ના દા ઢાબાની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.


ગ્રીન લીફ રેસ્ટોરંટના એન.એમ. પૂજારીના જણાવ્યા અનુસાર માટીના વાસણમાં ખોરાક રાધવા અને જમવાનો સૌથી મોટો ખોરાકમાં રહેલા પોષકતત્વો નષ્ટ્ર પામતા નથી. માટીના ઘડા અથવા કુંજામાં સંગ્રહ કરીને રાખેલું પાણી પીવાથી તરસ છીપાય છે અને શરીરને ગબ શીતળતા મળે છે જે ફ્રીઝકોલ્ડ વોટરમાં પણ અનુભવાતી નથી. ઉપરાંત તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું, પાંચન શકિત સુધરે છે અને શરીરમાં હાનિકારક તત્વો પણ નથી પ્રવેશતા.
 

વાહ... વાહ.. અન્ના દા ઢાબા

સૌરાષ્ટ્ર્રના રાજકોટ શહેર પાસે નવા ૧૫૦ ફટ રિંગરોડ પાસે, અટલ સરોવર નજીક એક એવું રેસ્ટોરા શરૂ છે જેનું નામ વાહ... વાહ.. અન્ના દા ઢાબા... આ રેસ્ટોરાંની મુખ્ય ખાસીયત એ છે કે આ રેસ્ટોરામાં તમામ વાસણ સ્ટીલ, એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના બદલે માટીમાંથી બનેલા ઉપયોગ લેવાય છે. ભોજન પીરસવાનું અને ભોજન જમવાનું માટીના જ વાસણોમાં ને એમાં પણ કેરળની માફક માટીની થાળી પર કેળના પાન પાથરી જમવાનું પીરસવામાં આવે છે. અહીં છાસ, કોલ્ડ્રીંક કે પાણીના પ્યાલા, દાળ–કઢીના વાટકા માટીના અને નાની–મોટી ચમચીઓ પણ લાકડાની !સામાન્ય રીતે દરેક રેસ્ટોરામાં કાચ, પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં વાનગી તૈયાર થાય છે અને પીરસાય છે યારે અહીં તમામ વસ્તુઓ માટીની છે.

 

ફોરેસ્ટ, રેલ્વે જેવી વિવિધ થીમ

કોરોનાકાળમાં કોઈપણ રીતે સંક્રમણ ફેલાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીંનું કિચન પણ એકદમ આધૂનિક હાઈજિનક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આટલું ઓછું ન હોય એમ અત્યાર સુધક્ષ તમે જે તે ચોકકસ થીમ પર રેસ્ટોરાં જોયા હશે. જેમ કે ફોરેસ્ટ થીમ, રેલવે થીમ પણ અહીં ગ્રાહકોના સ્વાદ અને સ્વસ્થતા ઉપરાંત સુવિધા પર પણ ધન્યાન કેન્દ્રિત કરી સમગ્ર ઈન્ટિરિયર વૂડન થીમને અનુસરી બનાવવામાં આવ્યું છે. સમગ્ર રેસ્ટોરાંનું ઈન્ટિરિયર માત્રને માત્ર લાકડાનું બનેલું છે. લાકડાના ડોમમાં પણ ખાસ વાંસ–બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ઝડપથક્ષ કોઈ ખારાશની અસર થતી નથી. એટલે અહીં જમવાના વાસણો અને બેસાડવાના સાધનોથી લઈને ફલોર સુધી દરેક વસ્તુ અનોખી છે.

 

મધ્યમ વર્ગને પરવડે તેવા ભાવ

અહીં મળતી ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ, કાઠિયાવાડી, સાઉથ ઈન્ડિયન, પીઝા, કોન્ટિનેટલથી લઈ દરેકે દરેક પ્રકારની વાનગીઓ માત્ર ટેસ્ટમાં જ નહીં કવોલિટી અને કોન્ટિટીમાં પણ સારામાં સારી છે. મેઈન તો મધ્યમ વર્ગને પરવડે તેવા ભાવમાં અહીં જાતજાતની અને ભાતભાતની વાનગીઓ પીરસવામાં આવે છે એ પણ એક જુદા જ વાતાવરણમાં. ઘર જેવું જમવાનું, ઘર જેવા વાતાવરણમાં અને ઘરે જમવાનો જેટલો ખર્ચ થાય એટલા જ રૂપિયામાં ! મતલબ કે, પાંચ વ્યકિતનો પરિવાર અહીં ભરપેટ જમી લ્યે તો પણ બીલ હજાર રૂપિયાથી વધશે નહીં એટલા વાજબી ભાવ અને બહેતરીન કામ છે તેથી જ તો આ રેસ્ટોરાનું નામ વાહ... વાહ... અન્ના દા ઢાબા પરફેકટ છે. એટલે ચાર સભ્યોને પરિવાર આરામથી બેસીને જમી શકે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application