અમદાવાદના અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને મોરારિબાપુએ આપી સહાય

  • August 08, 2020 04:53 PM 1454 views

અમદાવાદની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે આગ લાગવાની દુઘર્ટનનમાં મૃતકોના પરિવારજનોને સાંતવનાપે મોરારિબાપુ દ્વારા દરેકને પાંચ-પાંચ હજાર પિયાની સહાય આપવાનું જાહેર કરાયું છે. શ્રેય હોસ્પિટલમાં શોક સર્કિટના કારણે આગ લાગતાં કોરોનાના 8 દર્દી ભડથુ થઇ ગયા હતાં. અનેક દર્દીઓ દાઝી ગયા હતાં. મુખ્યમંત્રી વિજય પાણી દ્વારા આ આગની હોનારતની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતાં. મૃતકોનાં પરિવારજનોને 4 લાખનું વળતર અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી ત્યારે સંત મોરારિબાપુએ આ દુઘર્ટનામાં મૃતકોના પરિવારને 5000 પિયાની સાંત્વના સહાય કરવાનું જાહેર કર્યું હતું. અમદાવાદ સ્થિત મુકેશભાઇ પટેલ દ્વારા આ સહાય મૃતકોના પરિવાર સુધી પહોંચતી કરવાનું એક યાદીમાં જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application